આ વખતની ઉત્તરાયણમાં લાગ્યું છે GSTનું ગ્રહણ

Sanjay Joshi | News18 Gujarati
Updated: January 2, 2018, 5:59 PM IST
આ વખતની ઉત્તરાયણમાં લાગ્યું છે GSTનું ગ્રહણ
આ વખતની ઉત્તરાયણમાં લાગ્યું છે GSTનું ગ્રહણ...

  • Share this:
અમદાવાદઃ ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ.14મી જાન્યુઆરી આવે એ પહેલાંથી જ પતંગરસિયાઓ પતંગ અને ફિરકી લઈને ટેરેસ પર જોવા મળે છે, પરંતુ આ વખતે પતંગરસિયાઓના ઉત્સાહ સામે વિક્રેતાઓ બન્યા છે નિરુત્સાહી. માર્કેટમાં અવનવી પતંગ તો છે, પરંતુ આ વખતે પતંગોત્સવને લાગ્યું છે GSTનું ગ્રહણ.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 60 વર્ષીય સલિમ ભાઈ મકાન અને દુકાન ધરાવે છે. આ વિસ્તારમાં સલિમભાઈ અને તેમના ભાઈઓની એક બે નહીં, 5 દુકાનો છે અને તમામ દુકાનોમાંથી રોજના 50 હજારથી વધારે પતંગ બીજા રાજ્યમાં જાય છે, પરંતુ હાલ સલિમભાઈના ધંધા પર લાગ્યું છે GSTનું ગ્રહણ. GSTને કારણે વેપારીઓને ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું માર્કેટ વર્ષોજૂનું છે, જ્યાં ગુજરાત તથા ગુજરાત બહારથી છૂટક પતંગો વેચનાર વિક્રેતાઓ હોલસેલમાં પતંગ ખરીદવા આવે છે. સલિમભાઈના પતંગો રાજસ્થાન, યુપી લખનઉ વગેરે તમામ રાજ્યો અને શહેરોમાં જાય છે, પરંતુ સલિમભાઈ જેવા અહીં એવા કેટલાય વેપારીઓ છે, જેમને GSTને કારણે મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે.

આ વખતે માર્કેટમાં ચાઈનીઝ દોરી નથી, પરંતુ જાજરમાન અને મોટાં કદ ધરાવતી ચાઈનીઝ પતંગો ધૂમ મચાવી રહી છે, જ્યારે ઓલટાઈમ હિટ ચાંદેદાર પતંગોએ પણ માર્કેટમાં રંગ રાખ્યો છે તો આ તરફ પતંગરસિયાઓ કયાંક ને ક્યાંક GSTને કારણે નાણાકીય ભીંસ અનુભવી રહ્યા છે, જેની અસર ગ્રાહકો પર પણ જોવા મળે તો નવાઈ નહીં.
First published: January 2, 2018, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading