Home /News /madhya-gujarat /

AMCનો હાઇકોર્ટમાં જવાબ- અમદાવાદમાં 48 નવા પાર્કિંગ સ્થળ નક્કી કરાયા

AMCનો હાઇકોર્ટમાં જવાબ- અમદાવાદમાં 48 નવા પાર્કિંગ સ્થળ નક્કી કરાયા

    પાર્કિંગ અને રખડતા ઢોર મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્પોરેશને જવાબ રજૂ કર્યો છે કે કોર્પોરેશન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા વધુ મજબૂત બનાવશે. જેના માટે અમદાવાદ શહરેરમાં 48 નવા પાર્કિંગના સ્થળની જગ્યા નક્કી કરાઇ છે. તો 5 મલ્ટી લેવલ પાર્કિંગની જગ્યા નક્કી કરવામાં આવી છે. પ્રહલાદનગર અને મણિનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. તો એક સપ્તાહમાં રખડતા ઢોર મામલે પણ કોર્પોરેશન કાર્યવાહી કરશે. જે માટે કોર્પોરેશને ટીમમાં વધારો કર્યો છે.

    તો બીજી તરફ હાઇકોર્ટે ટકોર કરી છે કે વધતા અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા BRTSના ચાલકોને ટ્રેનિંગ આપવી જોઇએ. ઈમારતોમાં પાર્કિંગની સ્પેસ માટે કામીગીરી કરવા પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે. સાથે જ અગાઉના બાંધકામના દબાણો પર યોગ્ય પગલા લેવા હાઇકોર્ટે ટકોર કરી છે. તો જે પણ ઢોરના માલિક હોય તેના પર તેના માલિકના નામનુ ટેગિંગ કરી યોગ્ય પગલા લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

    એડવોકેટ જનરલે શું જવાબ રજુ કર્યો?

    ટ્રાફિક, પાર્કિંગ અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું કે, અમદાવાદમાં 48 જેટલા નવા પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જેના પર તૂરંત અમલ કરવામાં આવશે. 5 જેટલા મલ્ટી લેવલ પાર્કિગની પણ જગ્યા નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પ્રહલાદનગર, મણિનગર જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે. એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા પબ્લિક ટ્રાંસપોર્ટ સેવા વધુ મજબુત કરવામાં આવશે. એડવોકેટ જનરલે એએમસી અને પોલીસના આંકડા રજૂ કર્યા બાદ રખડતા ઢોર મામલે જણાવતા કહ્યું કે, રખડતા ઢોર મામલે અઠવાડીયામાં કાર્યવાહી કરવામાં આવશે.

    હાઈકોર્ટે શું કરી કોર્પોરેશનને ટકોર?

    ગુજરાત હાઈકોર્ટે આજે પણ રોડ રસ્તા, પાર્કિગ, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાને લઈ સુનાવણી કરી હતી, જેમાં હાઈકોર્ટે ટકોર કરી કે, BRTSના ચાલકોને ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવે. ઈમારતોમાં પાર્કિંગની સ્પેસ માટે કઈંક આયોજન કરો. અગાઉના બાંધકામના દબાણો પર તુરંત યોગ્ય પગલા ભરો. એક અઠવાડિયામાં શહેરમાં રખડતા ડોર મામલે કાર્યવાહી કરવામાં આવે. દરેક ઢોરનું ટેગીંગ કરો, જેથી યોગ્ય પગલા ભરી શકાય.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં રોડ-રસ્તા, પાર્કિગ, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાને લઈ સોમવારે પણ ખાસ સુનાવણી યોજાઈ. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંલગ્ન વિભાગો પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો. જેમાં શહેરમાં ક્યા-ક્યા પાર્કિંગ સ્પેશ ઉપલબ્ધ છે. ઈમ્પેક્ટ ફી ભરીને પાર્કિંગ સ્પેશનો કોમર્શિયલ યુઝ થતો હોય તો તે દૂર કરવા કાયદાકીય શું પગલા લેવા જોઈએ. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો વધુ ઉપયોગ કરતા થાય. એએમટીએસ અને બીઆરટીએસ ચાલકો રોડ પર બસ ઉભી રાખતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેનું નિવારણ લાવવા સૂચના અપાઈ. તો રસ્તા પર ફરતા ઢોર મુદ્દે શું નિરાકરણ લાવશો તેવી હાઈકોર્ટે ટકોર કરી. હાઈકોર્ટે સરકારને ટ્રાફિક ડ્રાઈવ કાયમી ચાલુ રાખવા અને આગામી 20 વર્ષનું ટ્રાફિક-પાર્કિંગનું અગાઉથી પ્લાનિંગ કરવા પણ ટકોર કરી હતી. જેને પગલે આ તમામ મુદ્દે હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી અને કોર્પોરેશન તથા પોલીસે પોતાનો જવાબ રજૂ કર્યો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad traffic-parking problem, Hearing in Gujarat High Court, Regarding, અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन