અમદાવાદઃ પોશ વિસ્તારમાં કેક અને મોંઘીદાટ ચોકલેટની ચોરી, ઘટના CCTVમાં કેદ, ટીંગો જાદવ ઝડપાયો

અમદાવાદઃ પોશ વિસ્તારમાં કેક અને મોંઘીદાટ ચોકલેટની ચોરી, ઘટના CCTVમાં કેદ, ટીંગો જાદવ ઝડપાયો
cctv પરની તસવીર

લોકડાઉન બાદ પૈસાની અછત ઉભી થતા અને રોજગાર નહિ મળતા મજબૂરીમાં તેને ચોરીને અંજામ આપ્યો હોવાની કેફીયત પોલીસ સમક્ષ આપી રહ્યો છે.

  • Share this:
અમદાવાદઃ સામાન્ય રીતે આપણે બાઈક, કાર, સાઈકલની ચોરી થતી હોવાનું સાંભળ્યું હશે. એટલું જ નહીં સોના-ચાંદીના દાગીનાની ચોરી (Gold theft) પણ થતી હોવાનું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય કેક અને ચોકલેટની (cake and chocolate theft) ચોરી થઈ હોવાની ઘટના સાંભળી છે. પરંતુ આ વાત સાચી છે. અમદાવાદના (Ahmedabad) પોશ વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ કેક શોપમાં કેક અને મોંઘીદાટ ચોકલેટની ચોરી થવાની ઘટના પણ સામે આવી છે. આ આખી ઘટના સીસીટીવી (cctv) કેદ થઈ હતી. અને સીસીટીવીના આધારે ચોકલેટની ચોરી કરનાર આરોપીની (accused arrested) પકડી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના પોશ વિસ્તાર એવા પાંજરાપુર સર્કલ પાસે આવેલી ડેન્ગી ડમ્સ કેક શોપમાં રોકડ તથા કેક મોંઘીદાટ ચોકલેટની ચોરીની ઘટના સામે આવી હતી. જોકે પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.પોલીસે ધવલ ઉર્ફે ટીંગો જાદવ નામના ચોકલેટ ચોરને ગણતરીના કલાકોમાં પકડી લીધો હતો. અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતો આરોપી પૈસાની જરૂર પડતાં રાત્રી કર્ફ્યૂના સમયમાં પાંજરા પોળ પાસે આવેલી ડેન્ગી ડમ્સ કેક શોપને ટાર્ગેટ કરી શોપનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો.

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

ચોરે દુકાનના ગલ્લામાં રહેલા 10 હજાર રૂપિયા રોકડા અને 17 હજાર રૂપિયાની કેક તથા ચોકલેટની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીની તમામ હલચલ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આરોપી ને ગણતરીના કલાકો માં પકડી પાડી ચોરી ની અડધી રકમ રીકવર કરી છે.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો રીઢો અને અગાઉ પણ ચોરીના કેસમાં જેલવાસ ભોગવી ચુક્યો છે. આરોપી વિરુદ્ધ વેજલપુર અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરી ગુના નોંધાઈ ચૂકેલા છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લોકડાઉન બાદ પૈસાની અછત ઉભી થતા અને રોજગાર નહિ મળતા મજબૂરીમાં તેને ચોરીને અંજામ આપ્યો હોવાની કેફીયત પોલીસ સમક્ષ આપી રહ્યો છે. હાલ તો યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:April 03, 2021, 19:13 pm

ટૉપ ન્યૂઝ