અમદાવાદઃ પતિથી અલગ જીજાજી સાથે રહેતી હતી પત્ની, આવ્યો કરુણ અંત


Updated: January 16, 2020, 8:14 PM IST
અમદાવાદઃ પતિથી અલગ જીજાજી સાથે રહેતી હતી પત્ની, આવ્યો કરુણ અંત
પ્રતિકાત્મક તસવીર

યુવતીને 8-9 વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ પ્રેમલગ્ન થયા હતા. તેમનું જીવન સારી રીતે ચાલતું હતું પરંતુ એક વ્યક્તિની એન્ટ્રી બાદ બંનેનું જીવન બરબાદ થયું હતું.

  • Share this:
અમદાવાદ:  સાણંદના (Sanand) તેલાવ કેનાલમાં (telav canal) ગત 6 જાન્યુઆરીના રોજ એક યુવતીની હાથ અને પગ બાંધેલી હાલતમાં લાશ (woman dead body) મળી આવી હતી. પોલીસે જેતે સમય લાશનું પોસ્ટ માર્ટમ કરાવી તપાસ શરુ કરી હતી .થોડાક સમય સુધી તો પોલીસની યુવતી કોણ છે તે પણ ખ્યાલ ન્હોતો. પરંતુ પોલીસે અલગ-અલગ માધ્યમથી તપાસ કરી અને  તપાસમાં સામે આવ્યુ કે મરનાર યુવતી પાયલ પટેલ છે અને જેની ઉમર 27 વર્ષની છે.

આ પણ વાંચોઃ-આ કારણે સોનાના ભાવમાં થયો વધારો, ફટાફટ જાણો નવો ભાવ

મરનાર પાયલ પટેલ (નામ બદલ્યું છે) 8-9 વર્ષે પહેલા અશોક પટેલ નામના વ્યકિત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.બન્નેના લગ્ન જીવન ખુબજ સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ એક વ્યકિતની તેમના લાઈફમાં એન્ટ્રી થાય છે જેનાથી બન્ને વચ્ચે દૂરી વધી ગઈ હતી.

આ પણ વાંચોઃ-શાનદાર Oppo F15 લોન્ચ થયો, ખરીદવા ઉપર મળશે રૂ.2000 સુધી કેશબેક

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી છેલ્લા 8-9 મહિનાથી પતિ સાથે રહેતી નહી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે મરનાર યુવતીના પતિની પૂછપરછ કરી તો જાણવા મળ્યુ છે કે તેની પત્ની છેલ્લા 8-9 મહિનાથી તેના બનેવી સાથે રહેતી હતી.

આ પણ વાંચોઃ-ક્રાઈમ પેટ્રોલ જોઈને નાની બાળકીઓએ કર્યું આવું કારસ્તાન, પોલીસને છૂટ્યો પરસેવો!પોલીસનું કહેવું છે કે હાલ તો પ્રેમ પ્રરકણ જવાબદાર લાગે છે પરંતુ આરોપી હિતેન્દ્ર પટેલ વોન્ટેડ છે અને જેને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી હિતેન્દ્ર પટેલ પોલીસ ગિરફતમાં આવશે ત્યારે ખબર પડશે કે હિતેન્દ્રએ યુવતીની હત્યા કેમ કરી છે. બંને સાથે રહેતા હતા તો આવું શુ થયું કે યુવતીની હત્યા કરવી પડી. પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી છે અને લાશને યુવતીના પિતાને સોંપી દીધી છે.
First published: January 16, 2020, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading