અમદાવાદ : પત્નીએ પતિની આંખમાં મરચું નાખી છરી વડે કર્યો હુમલો

News18 Gujarati
Updated: October 1, 2018, 4:19 PM IST
અમદાવાદ : પત્નીએ પતિની આંખમાં મરચું નાખી છરી વડે કર્યો હુમલો
નરોડા વિસ્તારમાં પત્નીએ પતિને આંખમાં મરચું નાખીને છરીના ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો

આ બનાવ બાદ બૂમાબૂમ થતા આસપાસના લોકો ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • Share this:
અમદાવાદના નરોડા વિસ્તારમાં પત્નીએ પતિને આંખમાં મરચું નાખીને છરીના ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિએ તેના બાળકને જમાડવા માટે પત્નીને કહ્યું હતું. પતિના પહેલી પત્નીના દિવ્યાંગ બાળકને સાચવવા બાબતે તકરાર થઈ હતી. જેથી ઉશ્કેરાયેલી પત્નીએ રસોડામાંથી મરચાની ભૂકી લાવીને પતિની આંખમાં નાખી દીધી હતી. પતિ કઈ સમજે તે પહેલા પોતાની સાથે લાવેલી છરી વડે પતિ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ બનાવ બાદ બૂમાબૂમ થતા આસપાસના લોકો ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કનુભાઈ નટવરભાઈ પટેલની પત્નીનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. ત્યાર બાદ તેમણે લલીતાબેન નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. કનુભાઈને અગાઉ 14 વર્ષનો એક પુત્ર છે, જ્યારે લલીતાબેનને પણ એક દીકરી છે. લગ્ન બાદ બે બાળકો અને પતિ- પત્ની સાથે રહેતા હતા. લલીતાબેન સતત મકાન પોતાના નામે કરવા માટે કનુભાઈને દબાણ કરતા હતા.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કનુભાઈ નટવરભાઈ પટેલની પત્નીનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. ત્યાર બાદ તેમણે લલીતાબેન નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા


રવિવાર રાતે લલીતાબેને તેમના પતિને મકાન ક્યારે પોતાના નામે કરો છો તે અંગે વાત કરી હતી. આ દરમિયાન લલીતાબેન રસોડામાં ગયા હતા અને મરચાની ભૂકી લાવીને કનુભાઈની આંખમાં નાખી દીધી હતી. કનુભાઈ આખમાં મરચું જવાથી આખ સાફ કરી રહ્યાં હતા ત્યારે લલીતાબેને છરી વડે તેમના ગળા, હાથ, અને આખની આસપાસ ઘા કર્યા હતા. જેથી કનુભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંધાની વચ્ચે ઘરમાં બૂમાબૂમનો અવાજ આવતા આસપાસના લોકો ભેગા થઈને કનુભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે લલીતાબેન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: October 1, 2018, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading