જયંતિ ભાનુશાલી વિરુદ્ધ સુરત પોલીસનું બીજું સમન્સ તેમના ભાઈએ સ્વીકાર્યું

News18 Gujarati
Updated: July 26, 2018, 2:39 PM IST
જયંતિ ભાનુશાલી વિરુદ્ધ સુરત પોલીસનું બીજું સમન્સ તેમના ભાઈએ સ્વીકાર્યું
જયંતિ ભાનુશાળીની ફાઇલ તસવીર

સુરત હાઇપ્રોફઇલ દુષ્કર્મ કેસના આરોપી એવા જ્યંતી ભાનુશાળીની ધરપકડની શક્યતાઓ પ્રબળ બનતી જાય છે.

  • Share this:
નવીન ઝા

સુરત હાઇપ્રોફઇલ દુષ્કર્મ કેસના આરોપી એવા જયંતિ ભાનુશાલીની ધરપકડની શક્યતાઓ પ્રબળ બનતી જાય છે. મળતી માહિતી પ્રમાણે જયંતિ ભાનુશાલીને પોલીસ સ્ટેશને હાજર રહેવા માટે પહેલું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જોકે, જયંતિ ભાનુશાલી હાજર થયો ન હતો. આથી કાર્યવાહીના ભાગ રૂપે પોલીસે તેને બીજું સમન્સ પાઠવવા માટે સુરત પોલીસ અમદાવાદ આવી છે. સુરત પોલીસ દ્વારા પાઠવવામાં આવેલા બીજા સમન્સને જયંતિ ભાનુશાલીના ભાઇએ સ્વીકાર્યું છે. ગુરુવારે બપોરના સમયે જયંતિ ભાનુશાલીના ભાઇએ સુરત પોલીસ દ્વારા આપવામાં આવેલું બીજીવારનું સમન્સ સ્વીકાર્યું છે. આવી સ્થિતિ વચ્ચે પણ તેઓ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની ધરપકડની શક્યતાઓ પ્રબળ બની જાય છે. સાથે સાથે અન્ય કાદેસરની કાર્યરવાહી પણ થવાની શક્યતા વધી જાય છે.

કચ્છના અબડાસાના માજી ધારાસભ્ય અને પ્રદેશ ભજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાલી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ભાનુશાલીનો યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અમદાવાદની ઉમેદ હોટલમાં ઉતારવામાં આવ્યો હતો. તો બીજી બાજુ સુરતના સરથાણા પોલીસે જયંતિ ભાનુશાલીને તાત્કાલિક હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ કર્યા બાદ પોલીસે જયંતિ ભાનુશાલી સામે તપાસ શરૂ કરી છે. યુવતીએ ફરિયાદમાં અમદાવાદની ઉમેદ હોટલમાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે અનુસંધાને સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવી હતી, વાયરલ થયેલો વીડિયો અમદાવાદની ઉમેદ હોટેલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે સુરત પોલીસ અમદાવાદની ઉમેદ હોટેલે પહોંચી હતી. જો કે યુવતીને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરાયો હતો. આ માટે સુરત પોલીસ હોટેલના પાછલા દરવાજેથી લઇ ગઇ હતી. આ સિવાય પોલીસે અમદાવાદના વિવિધ સ્થળો પર જઇને તપાસ હાથ ધરી હતી.

તાત્કાલિક હાજર થવા કરાયો હતો આદેશ

બળાત્કારના કેસની તપાસનું સુપરવિઝન કરી રહેલાં નાયબ પોલીસ કમિશનર ડો. લીના પાટિલે જયંતી ભાનુશાલીને પાઠવેલા સમન્સમાં નોંધ્યું છે કે સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર- 247- 2018 મુજબ નિવેદન લેવાનું હોવાથી અને મેડિકલ તપાસની જરૂર હોય આ નોટિસ મળ્યેથી તાત્કાલિક સરથાણા પોલીસમાં હાજર થવું.અત્યાર સુધીમાં પોલીસે પીડિતા, પીડિતાના પિતા, ભાઈ અને માતાનાં નિવેદનો લીધાં છે. એક પેનડ્રાઇન કબજે કરી છે. એટલે કે ફરિયાદી પક્ષ સંદર્ભે પોલીસે જે કાર્યવાહીકરવાની હતી હતી તે પૂર્ણ કરી છે. હવે આરોપી તરફે તપાસ કરવાનું શરૂ કર્યું છે. તેના પહેલા તબક્કામાં સમન્સ મોકલી જયંતી ભાનુશાલીને હાજર રહેવા આદેશ કર્યો છે. 
First published: July 26, 2018, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading