Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 143 વર્ષથી યોજાતી રથયાત્રાને મંજૂરી નહીં મળે તો મંદિર પ્રશાસને બનાવ્યા છે આ ત્રણ પ્લાન

અમદાવાદઃ 143 વર્ષથી યોજાતી રથયાત્રાને મંજૂરી નહીં મળે તો મંદિર પ્રશાસને બનાવ્યા છે આ ત્રણ પ્લાન

રથયાત્રાની ફાઈલ તસવીર

રથયાત્રા થાય રથયાત્રા ન પણ થાય અને રથયાત્રા થાય તો કેવી રીતે થાય તે ત્રણ સવાલ વચ્ચે જમાલપુર મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જામ અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા પૂરતું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

અમદાવાદઃ અષાઢી બીજના (ashadhi bij) અવસરે 143 વર્ષથી ભગવાન જગન્નાથ (lord jagannath) ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદના (Ahmedabad) રસ્તાઓ પર નગરચર્યા કરે છે. વર્ષોથી આવતી પરંપરા પ્રમાણે રથયાત્રા યોજાશે કે નહીં તે હાલ સવાલ છે. આવી પરિસ્થિતિમાં રથયાત્રા થાય રથયાત્રા ન પણ થાય અને રથયાત્રા થાય તો કેવી રીતે થાય તે ત્રણ સવાલ વચ્ચે જમાલપુર મંદિરના (Jamalpur temple) ટ્રસ્ટી મહેન્દ્ર જામ અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા પૂરતું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

આ પ્લાનિંગ અંતર્ગત જમાલપુર મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જામના જણાવ્યા પ્રમાણે જો કોર્ટ દ્વારા રથયાત્રાને મંજૂરી નહીં મળે તો ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને મંદિરની બહાર ગર્ભ ગૃહમાં લાવવામાં આવશે. ત્યાર બાદ પરંપરા મુજબ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પહિંદવિધિ પણ કરવામાં આવશે.જો મંજૂરી નહીં આપવામાં આવે તો પહિંદવિધિ બાદ ભગવાનનાં ત્રણે રથોને મંદિરના પ્રાંગણમાં જ ફેરવવામાં આવશે.

આ પણ વાંચોઃ-સુરતઃ પતિને મારી નાખવાની ધમકી આપી સંબંધીએ પરિણીતાનો ઉઠાવ્યો ગેરલાભ, અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

અષાઢી બીજના દિવસે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હશે હાજર
રથયાત્રાની પરંપરા પ્રમાણે સવારના 4:00 વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવે છે. તે સમયે ભગવાનની આંખો પરથી પાટા કાઢવામાં આવે છે. પરંપરા પ્રમાણે આંખો પરથી પાટા કાઢ્યા બાદ ભગવાનની નજર ભક્તો પર પડે છે અને તે દર્શનનો લ્હાવો લેનાર ધન્ય બને છે.

દર વર્ષે ભગવાનની અમી દ્રષ્ટિના આ દર્શન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાત માટે આવે છે. અને પરિવાર સાથે અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં ચાર વાગ્યે મંગળા આરતી કરે છે. ત્યારે રથયાત્રાને મંજૂરી મળશે કે કેમ તેની અસમંજસની પરિસ્થિતિમાં અષાઢી બીજના દિવસે સવારના 4:00 વાગે  કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરી હશે.
Published by:ankit patel
First published:

Tags: જગન્નાથજી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन