અમદાવાદની હેબ્રોન સ્કૂલમાં RTE હેઠળ એડમિશન નહીં અપાતા વાલીઓનો હોબાળો

News18 Gujarati
Updated: May 8, 2019, 12:18 PM IST
અમદાવાદની હેબ્રોન સ્કૂલમાં RTE હેઠળ એડમિશન નહીં અપાતા વાલીઓનો હોબાળો
સ્કૂલ ખાતે વાલીઓનો દેખાવ

શાળાએ એડમિશનનો ઇન્કાર કરી લગાવ્યું નોટિસ બોર્ડ, શાળા લઘુમતીમાં આવતી હોઈ RTE લાગુ પડતો નથી.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ બાળકો માટે ખાનગી શાળામાં પણ પ્રવેશની જોગવાઈ છે તેમ છતાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ખાનગી શાળા ધી હેબ્રોન પ્રાઇમરી સ્કૂલે ગરીબ બાળકોને એડમિશન નહીં આપતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન પ્રાઇમરી સ્કૂલમાં ગરીબ બાળકોને શિક્ષણ વિભાગે એડમિશન આપ્યા હતા જ્યારે શાળાએ પોતાના બચાવ કરતા નોટિસ બોર્ડ લગાવી દીધું હતું અને વાલીઓને કહ્યું હતું કે આ શાળાને RTEનો કાયદો લાગુ પડતો નથી.

રાઇટ એજ્યુકેશનના કાયદા અંતર્ગત શાળામાં શિક્ષણાધિકારીની કચેરીથી એડમિશન આપવામાં આવ્યા હતા પરંતુ શાળાએ એવું બહાનું હાથ ધર્યુ હતું કે તેમની શાળા લઘુમતી કેટેગરીમાં આવે છે અને લઘુમતી કેટેગરી શાળામાં આવતી શાળાઓને રાઇટ ટુ એજયુકેશન ( RTE) હેઠળ આવતી નથી.

જોકે, જાણકારોના મતે લઘુમતી કેટેગરીમાં આવતી શાળાઓએ પ્રવેશ ન આપવા કે આપવા તે અંગેનો મામલો હાલમાં અદલાતમાં ન્યાયયીક પ્રક્રિયામાં અટવાયો છે. હવે જ્યારે મણિનગર ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો છે ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. શાળા ખાતે વાલીઓનો હોબાળો થતા પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો હતો અને મામલે થાળો પાડવાનો પ્રયાસ કર્યો છે.
First published: May 8, 2019, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading