અમદાવાદમાં હવે Telegram એપ પર ઠગાઇ, ઓનલાઇન ખરીદી કરતા હોવ તો ચોક્કસ આ કિસ્સો વાંચજો


Updated: August 9, 2020, 9:02 AM IST
અમદાવાદમાં હવે Telegram એપ પર ઠગાઇ, ઓનલાઇન ખરીદી કરતા હોવ તો ચોક્કસ આ કિસ્સો વાંચજો
પ્રતિકાત્મક તસવીર

મોબાઈલ, લેપટોપ કે એલઇડી જેવી વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લોભામણી જાહેરાત મૂકીને ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં કયુઆર કોડ મારફતે ટ્રાનજેકસન કરાવતા.

  • Share this:
અમદાવાદ : Telegram નામની એપ્લિકેશન પર મોબાઈલ, લેપટોપ કે એલઇડી જેવી વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લોભામણી જાહેરાત મૂકીને ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં કયુઆર કોડ મારફતે ટ્રાનજેકસનથી પોતાના ફોન પે, પેટીએમ કે પછી ગૂગલ પે દ્વારા પોતાના ખાતામાં નંખાવી દીધા બાદ ગ્રાહકોના મોબાઈલ ફોન બ્લોક કરી છેતરપિંડી કરતી ગેંગની સોલા પોલીસ એ ધરપકડ કરી છે.

સોલા પોલીસને બાતમી મળી હતી કે, ચાંદલોડિયા વિશ્વકર્મા મંદિર નજીક એક પાર્લર પર ત્રણ યુવાનો આ પ્રકારે છેતરપિંડી કરી રહ્યા છે. જેથી પોલીસે ત્રણેયને પકડી તેમની પૂછપરછ કરી હતી. ત્રણેય આરોપીઓએ ટેલીગ્રામ પર અલગ અલગ ચેનલ બનાવી હતી.

જેમાં પ્રમોટર દ્વારા લોભામણી જાહેરાતો અપાવતા હતા. જો કોઈ ગ્રાહક તેમની પ્રોડક્ટ ખરીદવા માંગે તો તે આરોપીઓના યુઝરનેમ પર ક્લિક કરતા જેથી આરોપીઓ તેમની સાથે ટેલીગ્રામ મારફતે મેસેજથી વાત કરી આ પ્રોડક્ટ તેઓને સસ્તા ભાવે આપવાની લાલચ આપીને તેમની પાસેથી 50% પેમેન્ટ મંગાવતા અને વસ્તુ ત્રણ દિવસમાં તેમના સરનામા પહોંચાડી દેવાની ખાતરી આપતાં હતાં. જોકે, પેમેન્ટ મળ્યા બાદ આરોપીઓ ગ્રાહકનો મોબાઈલ નંબર બ્લોક કરી દેતા હતા.

આ પણ વાંચો - Earthquake આવે તેના 40 સેકન્ડ પહેલા જ અમદાવાદીઓને મળશે SMSથી એલર્ટ

આ પણ જુઓ- 
હાલમાં પોલીસે અનીશ જોશી, વિશાલ શર્મા અને ધ્રુવ હિંગોલ નામના આરોપીઓની ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં રૂપિયા 18 લાખની છેતરપિંડી કરી હોવાનુ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.

આ પણ વાંચો - સરકારનો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં તહેવારોની જાહેરમાં ઉજવણી ઉપર પ્રતિબંધ, ભાદરવી સહિત મેળાઓ નહીં યોજાય!
Published by: Kaushal Pancholi
First published: August 9, 2020, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading