અમદાવાદ: બાળ સંરક્ષણ ગૃહમાં કિશોરનું મોત, પરિવારનો આક્ષેપ, 'પોલીસે માર મારવાના કારણે થયું મોત'


Updated: October 27, 2020, 9:36 PM IST
અમદાવાદ: બાળ સંરક્ષણ ગૃહમાં કિશોરનું મોત, પરિવારનો આક્ષેપ, 'પોલીસે માર મારવાના કારણે થયું મોત'
પ્રતિકાત્મક તસવીર

ઇસનપુર પોલીસ સ્ટેશન મારામારી કેસમાં 17 વર્ષીય કિશોરની પકડવામાં આવ્યો હતો. જેમાં કિશોરને કોર્ટમાં રજૂ કરી બાળપણ સંરક્ષણ ગૃહમાં મુકવામાં આવ્યો હતો

  • Share this:
અમદાવાદ: પોલીસ સમાજમાં રહેલા ગુનેગારોને ઝડપી જેલના હવાલે કરે છે. પરંતુ, ક્યારેક કોઈ આરોપીનું કસ્ટડીમાં અચાનક મોત થઈ જાય ત્યારે પોલીસ દોડતી થઈ જતી હોય છે. ત્યારે આજે અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહમાં એક બાળ આરોપીનું મોત થતા પોલીસ પર સલાવો ઉઠ્યા છે. પરિવારે પોલીસ પર સીધો માર મારવાનો આક્ષેપ લગાવતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસનપુરના મારામારી કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું બાળ સંરક્ષણ ગૃહમાં મોત નીપજ્યું. ઇસનપુર પોલીસ સ્ટેશન મારામારી કેસમાં 17 વર્ષીય કિશોરની પકડવામાં આવ્યો હતો. જેમાં કિશોરને કોર્ટમાં રજૂ કરી બાળપણ સંરક્ષણ ગૃહમાં મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે વહેલી સવારે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હાજર ડૉકટર મૃત જાહેર કર્યો હતો.

કિશોરના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે, પોલીસ માર મારવાના કારણે મોત નીપજ્યું છે. પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પેનલ ડોક્ટર દ્વારા પી.એમ કરવામાં આવ્યું છે. જેમાં મોતનું સાચું કારણ હજી પણ અંકબંધ છે. જો કે શાહપુર પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત: સ્ટેમ્પ પેપરનું કૌભાંડ ઝડપાયું, ભેજાબાજ બોગસ સ્ટેમ્પ બનાવી સરકારને ચૂનો ચોપડતો હતો

આ પણ વાંચો - સુરત: સ્ટેમ્પ પેપરનું કૌભાંડ ઝડપાયું, ભેજાબાજ બોગસ સ્ટેમ્પ બનાવી સરકારને ચૂનો ચોપડતો હતો

ઉલ્લેખનીય છે કે, દેશમાં ગત વર્ષે પોલીસ કસ્ટડીમાં 125 લોકોનાં મોત થયાં, જેમાંથી 74% મોત પોલીસ દ્વારા ટોર્ચરના કારણે થયાં. 19%ના મોત શંકાસ્પદ સ્થિતિમાં થયાં. પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં દેશમાં ગયા વર્ષે કુલ 1,731 મોત થયાં. મહામારીના સમયમાં કોરોના વૉરિયર્સ તરીકે સરાહના મેળવી ચૂકેલી પોલીસની છાપ તૂતીકોરિનની ઘટનાને પગલે પાછી એવી જ થઇ રહી છે કે જેના માટે તે બદનામ છે.આ પણ વાંચો - વૈભવી દારૂની મહેફીલ, નીરવના ઘરે આલીશાન દારૂ બાર જોઈ પોલીસ પણ ચોંકી, સંતોષ ભરવાડ પણ ઝડપાયો

બોલીવુડ ફિલ્મ સ્ટોરીની જેમ જેલમાં પોલીસ દ્વારા ટોર્ચર કરવાની કહાનીઓ પણ કેટલીક વખત સામે આવી છે.  તમને જણાવી દઈએ કે,  આમાં પણ પોલીસ કસ્ટડીમાં મોત મામલે યુપી દેશમાં મોખરે છે. 2019માં ત્યાં 14 મોત થયા હતા. દેશમાં થયેલા કુલ મોતના 43% માત્ર આ 5 રાજ્યમાં થયા છે. જેમાં યુપીમાં 14, તામિલનાડુ 11, પંજાબ 11, બિહાર 10 અને મધ્યપ્રદેશમાં 9 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.
Published by: kiran mehta
First published: October 27, 2020, 9:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading