અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural)વિસ્તારમાં એક છ વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) થયું હતું. છ વર્ષના બાળકના અપહરણનો કૉલ મળતા જ LCB ટીમ એક ક્ષણનો પણ વિચાર કર્યાં વગર દોડતી થઈ ગઈ હતી. ખુદ અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વીરેન્દ્ર યાદવ (Virendra Yadav) છ વર્ષના બાળકનો જીવ બચાવવા માટે કામે લાગી ગયા હતા. આ તમામ લોકોની મહેનત રંગ લાગી હતી અને છ વર્ષના બાળકને સલામત રીતે છોડાવી લીધો હતો. ક્રાઇમ બ્રાંચ (Crime branch) અપહરણના ગુનામાં એક સગીરની અટકાયત કરી લીધી છે. પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે સગીરે એકલા હાથે જ બાળકનું અપહણ કર્યું હતું અને તેના પિતા પાસે 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અપહરણનુ કારણ કે એવું છે કે જેને જાણીને ખુદ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.
'પપ્પા, યે હમે હમેં માર દેંગે'
બાળકના અપહરણ બાદ સગીર આરોપી બાળકના પિતાને સતત ઓડિયો સંદેશ મોકલી રહ્યો હતો. એક એડિયો સંદેશમાં જેનું અપહરણ થયું છે તે બાળક એવું કહી રહ્યો છે કે, "પપ્પા, ઇન લોગો કો પૈસા દે દો, નહીં તો ભૈયા ઔર મુજે માર દેંગે." અન્ય એક ઓડિયોમાં સગીર આરોપી એવું બોલી રહ્યો છે કે 15 દિવસ પહેલા આના પિતાએ મને લાફો માર્યો હતો. સાથે જ એક ઓડિયોમાં તે એવું પણ કહી રહ્યો છે કે કાલે સવારે ચાર વાગ્યે પૈસા નહીં પહોંચે તો બાળકની હત્યા કરી નાખશે. સાથે જ તે એવી ધમકી પણ આપી રહ્યો છે કે બાળકનો શોધવાનો પ્રયાસ ન કરે. તેના માણસો તેની ઘરના સામે જ છે." ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે આરોપી એવો ઢોંગ કરી રહ્યો હતો કે તેનું પણ અપરહણ થયું છે. આથી જ તે બાળક પાસે એવું બોલાવી રહ્યો હતો કે તેનું પણ અપહરણ થયું છે અને પૈસા આપી દેવાની માંગણી કરતો હતો.
અમદાવાદ: સગીરે પાડોશીના છ વર્ષના બાળકનું અપહરણ કરીને 30 લાખ રૂપિયાની ખંડણી માંગી! pic.twitter.com/6JEO9VwxT8
બનાવની વિગતે વાત કરીએ તો એક વ્યક્તિ રાત્રે 11 વાગ્યે પોલીસ પાસે આવે છે અને તેના છ વર્ષના દીકરાનું અપહરણ થયાનું જણાવે છે. વ્યક્તિ એવું પણ કહે છે કે અપરહણ કરનાર વ્યક્તિ 30 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. વ્યક્તિની આવી વાત સાંભળીને પોલી એલર્ટ થઈ ગઈ હતી અને બાળકને બચાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. બાળકના પિતાને અપહરણ કરનાર વ્યક્તિ કોણ હતો તેની ખબર ન હતી પરંતુ તે વારેવારે તેમને ઓડિયા મેસેજ મોકલી રહ્યો હતો. આ સાથે જ ફોન કરીને રૂપિયા મોકલવા માટે દબાણ કરી રહ્યો હતો.
અપહરણકાર બાળકના પિતાને ફોન અને વોઇસ મેસેજ મોકલી રહ્યો હોવાથી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી જાણ્યું હતું કે, આરોપી રેલવે ફાટકની આસપાસ બાળકને લઈને જઈ રહ્યો છે. બાળકનું અપહરણ કરનાર આરોપી સવારે ચાર વાગ્યા સુધીમાં રૂપિયા મોકલવાની વાત કરી રહ્યો હતો. આ ઓપરેશનને LCB પી.આઈ. આર. જી. ખાંટ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. આરોપીએ જ્યારે બાળકના પિતાને પૈસા માટે ફોન કર્યો તે દરમિયાન જ પી.આઈ. આરોપી સુધી પહોંચી ગયા હતા અને બાળકને બચાવી લીધો હતો. બાળકને બચાવવા માટે પી.આઈ અને તેમની ટીમ સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા. જે બાદમાં બાળક સુધી પહોંચ્યા હતા. ટીમે જ્યારે બાળકનું અપહરણ કરનાર વ્યક્તિને પકડ્યો ત્યારે તેમને માલુમ પડ્યું કે તે સગીર વયનો છે. એટલું જ નહીં, તે બાળકના પાડોશમાં જ રહે છે. બાળકના પિતાએ આરોપીને 15 દિવસ પહેલા લાફો માર્યો હતો
પોલીસે તપાસ કરતા ખબર પડી કે જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તેના પિતાએ સગીર વયના આરોપીને 15 દિવસ પહેલા એક લાફો માર્યો હતો. આ વાતનો ખાર રાખીને તેણે તેના બાળકનું અપહણ કરી લીધું હતું. અપહરણ માટે સગીર આરોપી બાળકને તેના એક્ટિવામાં લઈ ગયો હતો. જે બાદમાં એક્ટિવાને અકસ્માત થતા તે બાળકને ચાલતા લઈ ગયો હતો.