ગણેશ મેરિડેનમાં લાગેલી આગમાં ગભરાઇને યુવકે બીજા માળેથી ઝંપલાવ્યું
Ahmedabad News: એસજી હાઈવે પરની ગણેશ મેરેડિયન કોમ્પ્લેક્સમાં આગ બાદ 16 વર્ષના સગીરે જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદકો મારતા તેને ફેક્ચર થયુ હતું જે માટે તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં રવિવારનાં રોજ બે બે મોટા કોમ્પલેક્સમાં આગ લાગવાની ઘટના બની છે. પહેલાં રિલિફ રોડની બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં કોઇ જાનહાની થઇ ન હતી. અને બાદમાં SG હાઇવે સ્થિત ગણેશ મેરેડિયનમાં આગ લાગી. જેમાં 16 વર્ષનાં સગીરે જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદકો માર્યો હતો.
એસજી હાઈવે પરની ગણેશ મેરેડિયન કોમ્પ્લેક્સમાં આગ બાદ 16 વર્ષના સગીરે જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદકો મારતા તેને ફેક્ચર થયુ હતું જે માટે તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આમ તો આગ ત્રીજાથી સાતમાં માળે લાગી હતી. પણ બીજા માળની ઓફિસમાં કામ કરતો આ સીગર ગભરાઇ ગયો હતો અને તેણે બીજા માળેથી ઝંપલાવી દીધુ હતું.
અમદાવાદમાં બપોરનાં સમયે રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 6 દુકાનોને ઝપેટમાં લેનારી આગ પર 45 મિનિટે કાબૂમાં મેળવાયો હતો. જ્યારે રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ આગ પર 8 ફાયરફાઈટરની મદદથી 45 મિનિટ બાદ આગ કાબુમાં આવી ગઈ હતી.
ત્યારે સાંજના સમયે એસજી હાઇવે પર સોલા કારગિલ પેટ્રોલપંપ પાસે આવેલા ગણેશ મેરેડિયન કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાનો મેસેજ ફાયરબ્રિગેડને મળ્યો હતો. જેમાં ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવામાં પ્રયાસો શરૂ કર્યો હતો. સી બ્લોકનાં સાતમાં માળે આગ લાગી હોવાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગણેશ મેરેડિયન કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક વાયરનાં ડકમાં આગ લાગી હતી. આગના ધુમાડા ત્રીજા માળથી સાત માળ સુધી પહોંચી ગયા હતા. 6 લોકોને ધુમાડાથી બચાવી બહાર કાઢ્યા હતા. આગ હવે કાબુમાં આવી ગઈ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર