Home /News /madhya-gujarat /

ક્રેડિટ કાર્ડ માટે ફોન આવે તો ચેતજો, અમદાવાદના શિક્ષકે ગુમાવ્યા રૂ. 50 હજાર

ક્રેડિટ કાર્ડ માટે ફોન આવે તો ચેતજો, અમદાવાદના શિક્ષકે ગુમાવ્યા રૂ. 50 હજાર

તસવીર પ્રતિકાત્મક છે.

ફોન કરનાર શખ્સે મેનેજર તરીકેની ઓળખ આપી વીમા અને શોપિંગ વાઉચર્સની ઓફર કરી હતી, યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી.

    હર્મેશ સુખડિયા, અમદાવાદ :  છેલ્લા કેટલાય સમયથી સાયબર ક્રાઇમમાં વધારો થયો છે. પોલીસ એક બાજુ લોકોને જાણકારી આપી રહી છે કે બેન્ક તથા ATM ક્રેડિટ કાર્ડ માટે ફોન આવે તો કોઇ વિગતો આપવી નહીં. આમ છતાં અનેક લોકો માહિતી આપી દેતા હોય છે અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવો જ એક ફોન અમદાવાદના શિક્ષકને આવ્યો હતો જેમાં એક શખ્સે તેને ક્રેડિટ કાર્ડ પર વીમા અને શોપિંગ વાઉચરની લાલચ આપી હતી. જોકે, આ કેસમાં શિક્ષકે OTP (One Time Password) ન આપ્યો હોવા છતાં ઠગે OTP મેળવીને રૂ. 50 હજાર ઉપાડી લીધા હતા.

    બોટાદમાં રહેતા અને વિજય ચાર રસ્તા પાસે સ્પર્ધાત્મક પરીક્ષા(Competitive Exam) ના ટ્યુશન ચલાવતા પાર્થ હાજીયાણી છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમની પાસે SBI (State Bank of India)નું ક્રેડિટ કાર્ડ છે. તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ સિધ્ધાર્થ આપી પોતે બેન્ક મેનેજર હોવાનું જણાવી ઇન્સ્યોરન્સ અને શોપિંગ વાઉચરની ઓફર આપી હતી.

    આ પણ વાંચો : SBIની નવી સર્વિસ, 2 લાખ રુપિયાનો વીમો અને તે પણ મફત?

    ચારેક મિનિટ સુધી વાત કર્યા બાદ ફોન કરનારે ઓટીપી નંબર માંગ્યો હતો પણ પાર્થભાઇએ ઓટીપી આપ્યો ન હતો. તેમ છતાં થોડા જ સમયમાં તેમના ખાતામાંથી રૂ. 50 હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ મળતા પાર્થભાઇએ બેન્કનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તેના પરથી તપાસ હાથ ધરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CYBER CRIME, OTP, અમદાવાદ, એસબીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन