ટ્રાફિકના નવા નિયમો અંગે ટેક્સી ચાલકોની વ્યથા, 'દંડ ભરવો કે ઘર ચલાવવું?'

News18 Gujarati
Updated: September 6, 2019, 11:44 AM IST
ટ્રાફિકના નવા નિયમો અંગે ટેક્સી ચાલકોની વ્યથા, 'દંડ ભરવો કે ઘર ચલાવવું?'
તસવીર : અમદાવાદ પોલીસની મૅગા ટ્રાફિક ડ્રાઇવ

અમદાવાદના ટેક્સી ચાલકોએ વ્યથા ઠાલતા કહ્યું કે, આરટીઓ દંડ વસૂલ કરે છે, ટોલ પર પૈસા વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા મળતી નથી તેનું શું?

  • Share this:
વીભુ પટેલ, અમદાવાદ : આરટીઓના નવા નિયમોને લઈ લોકોમાં રોષ છે, તો સરકાર નિયમોનું પાલન કરાવવા માટે મક્કમ છે. નવા નિયમમાં દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. 1 હજારથી લઈ 25 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતમાં ચર્ચા બાદ ટ્રાફિકના નવા નિયમો લાગુ કરવામાં આશે. રાજ્યમાં આરટીઓના નવા નિયમ લાગુ પડે તે પહેલા લોકોએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી.

અમદાવાદ શહેરના ટેક્સી ચાલકોએ જણાવ્યું હતું કે, "અમારો રોજનો ધંધો રોડ પરનો છે. દર મહિને 20 હજારથી 25 હજાર રૂપિયાની કમાણી કરીએ છીએ. આ રકમથી ઘરનું ગુજરાત ચાલે છે. નવાં નિયમ લાગુ થાય અને જો ક્યારેક પાંચ કે 10 હજારનો મેમો આવે તો અમારે ઘર ચલાવવું કે પછી દંડ ભરવો? અમે નિયમોનું પાલન કરીએ છીએ. પરંતુ માણસ છીએ એટલે ક્યારેક ભૂલ થવાની શક્યતા રહેલી છે."આ પણ વાંચો : Video : જનતાએ પોલીસને કરાવ્યું ટ્રાફિક નિયમનું ભાન, તો ભાગ્યો પોલીસ જવાન

આ અંગે ટેક્સી ચાલક વિનોદભાઈએ જણાવ્યું હતું કે, "અમે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે તૈયાર છીએ. પરંતુ જો અમને વાર્ષિક 10 મેમો આવે તો રૂ. 50 હજાર તો દંડમાં જ જતા રહે. વર્ષે લાખ રૂપિયા કમાતા ન હોઈએ ત્યારે રૂ. 50 હજાર દંડ ભરવો પડે તો અમારું જીવન કેવી રીતે ચાલે? નવા નિયમોમાં સુધારો કરવો જોઈએ અને દંડની રકમ ઓછી કરવી જોઈએ. આરટીઓ દંડ વસૂલે છે અને ટોલ પર પૈસા વસૂલવામાં આવે છે પરંતુ તેઓ સુવિધા આપતા નથી તેનું શું?"

First published: September 6, 2019
વધુ વાંચો
अगली ख़बर