અમદાવાદ : સ્વામિનારાયણ સ્કૂલના સંચાલકોએ RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને તગેડી મૂક્યા

News18 Gujarati
Updated: August 28, 2019, 8:16 AM IST
અમદાવાદ : સ્વામિનારાયણ સ્કૂલના સંચાલકોએ RTE હેઠળ પ્રવેશ મેળવનારા બાળકોને તગેડી મૂક્યા
સ્કૂલ

રાઇટ ટૂ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનારા સહિતના 60થી વધુ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધા.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી છે. અહીં શાળામાં RTE હેઠળ અભ્યાસ કરતા બાળકો સહિત કુલ 60 બાળકોને સ્કૂલ લિવિંગ પકડાવી દેવામાં આવ્યા છે. શાળા શરુ થયાના ત્રણ મહિના પછી આ પ્રકારનું પગલું ભરતા બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ મૂકાયું છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાની દાદાગીરી સામે આવી છે. શાળાના ટ્રસ્ટીએ શાળા બંધ કરવાના આશયથી આ વર્ષે વિદ્યાર્થીઓને RTE અંતર્ગત પ્રવેશ નથી આપ્યો. સાથે જ ગુજરાતી માધ્યમની સ્વામીનારાયણ પ્રાથમિક શાળા અને અંગ્રેજી માધ્યમની સરદાર ઈંગ્લિશ સ્કૂલમાં ચાલતા ધોરણ 1ના વર્ગો આ વર્ષથી જીલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વિના જ બંધ કરી દીધા છે.આ વર્ષે નવું સત્ર શરુ થયા બાદથી અત્યાર સુધીમાં ધોરણ-2 થી ધોરણ-5 સુધીમાં અભ્યાસ કરી રહેલા RTE અંતર્ગત સહિતના 60થી વધુ વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધા છે. શાળાની મનમાની સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે અને શાળાને આ વર્ષ દરમિયાન ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.

શાળાઓ શરુ થયાના 3 મહિના બાદ અધવચ્ચેથી બાળકોને કઈ શાળામાં પ્રવેશ અપાવવો તેને લઈને વાલીઓ પરેશાન થયા છે. DEOનો આદેશ હોવા છતાં શાળા દ્વારા શિક્ષણ નિયામકના આદેશનો હવાલો આપીને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાલીઓના હોબાળાના પગલે DEO કચેરીના અધિકારી પણ શાળાએ પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.
First published: August 28, 2019, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading