અમદાવાદ : ભાવેશ રોકડાએ કર્યો હતો આપઘાત, સાત મહિના બાદ બે આરોપીની ધરપકડ

અમદાવાદ : ભાવેશ રોકડાએ કર્યો હતો આપઘાત, સાત મહિના બાદ બે આરોપીની ધરપકડ
અમદાવાદ : ભાવેશ રોકડાએ કર્યો હતો આપઘાત, સાત મહિના બાદ બે આરોપીની ધરપકડ

ગુનાનો માસ્ટર માઇન્ડ બેંક મેનેજર હજુ ફરાર, બેંક મેનેજરની બોગસ લોનના કૌભાંડમાં હતી સંડોવણી

  • Share this:
અમદાવાદ : શહેરમાં રહેતા એક યુવકના મૃત્યુના સાત મહિના બાદ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જોકે ગુનાનો માસ્ટર માઇન્ડ બેંક મેનેજર હજુ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મૃતકની પત્નિના નામે 10 લાખની FD કરાવી PNGB લોન કરાવી આરોપીએ છેતરપિંડી આચરી હતી.

અમદાવાદના બાપુનગર પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપીના નામ કિશોરભાઈ અને રાજુભાઈ છે. બન્ને આરોપીએ બેંક ઓફ બરોડાની નિકોલ બ્રાંચના મેનેજર શનીકુમાર સાથે મળી ભાવેશ રોકડા નામના યુવક સાથે છેતરપિંડી કરી હતી. જેનાથી કંટાળી 28 જુલાઈ 2020ના રોજ ભાવેશ રોકડા નામના યુવકે સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. જેની FSL તપાસ બાદ પોલીસે પુરતા પુરાવા એકઠા કરી 3 આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જોકે માસ્ટર માઇન્ડ બેંક મેનેજર હજુ ફરાર છે.આ પણ વાંચો - શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો આવો જવાબ

ભાવેશ રોકડા નામના યુવકે આત્મહત્યા કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપતા ડોક્ટરને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પત્નિ વર્ષાના નામે બેંક મેનેજર અને અન્ય 2 આરોપીએ ભેગા થઈ 10 લાખની ફ્કિસ ડિપોઝીટ કરાવી બેંક માથી 24 લાખ રૂપિયાની PNGB લોન મેળવી હતી. જેનો હપ્તો આરોપી ભરશે તેવી બાંહેધરી આપી હતી. ઉપરાંત આરોપીઓ મૃતકને 5 લાખ રૂપિયા આપવાની બાંહેધરી આપી હતી. જોકે આરોપીએ ન તો હપ્તા ભર્યા કે ન તો લોનના 5 લાખ રૂપિયા આપ્યા. જેથી વ્યાજમાં યુવક ફસાઈ જતા આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે બેંક મેનેજરની પણ ગુનામાં સંડોવણી હોવાનુ સાબિત કરી આરોપી તરીકે દર્શાવ્યો છે અને જેને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.

યુવકના આત્મહત્યા બાદ પોલીસે FSL રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા બાદ સરકાર તરફે ગુનો નોંધ્યો છે. જેથી મૃતકને ન્યાય મળી શકે અને લોનના નામે કૌભાંડ કરનારા આરોપીને જેલના સળીયા ગણાવી શકાય. ત્યારે જોવુ એ રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને બેંક મેનેજરે આવી કેટલી બોગસ લોન આપી છે તે પણ તપાસ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:March 08, 2021, 15:52 pm