Home /News /madhya-gujarat /અમદાવાદ શર્મસાર! પુત્રએ માતાને માર માર્યો, પુત્રવધૂએ સાસુના વાળ પકડી ઘરની બહાર કાઢ્યા

અમદાવાદ શર્મસાર! પુત્રએ માતાને માર માર્યો, પુત્રવધૂએ સાસુના વાળ પકડી ઘરની બહાર કાઢ્યા

સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો.

સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો.

અમદાવાદ : શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.  પુત્ર અને તેની પત્ની સામે  એક ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો. વાળ પકડીને માર માર્યા બાદ સાસુએ તેની પુત્રવધૂ અને પોતાના જ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

નવરંગપુરામાં આવેલા મ્યુનિસિપલ સરકારી ક્વાર્ટરમાં રહેતા શાંતાબહેન દેવીપૂજક લો ગાર્ડન પાસે મકાઈની લારી ઉભી રાખી વેપાર કરે છે. બે દિવસ પહેલા તેઓ ઘરે હતા ત્યારે પુત્રવધુ પાસેથી તેમને ખેંચની બીમારીની દવા માંગી હતી. પણ પુત્રવધુ એ દવા ન આપી માથાના વાળ ખેંચી માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

આ પણ વાંચો- પૂર જેવી સ્થિતિમાં રાજકોટનાં રામનાથ મંદિર વિસ્તારમાં બે મકાન ધરાશાયી, મોટો ભૂવો પડ્યો, તંત્ર સાફ સફાઇમા લાગ્યુ

શાંતાબહેન ત્યાંથી પોતાની પુત્રીના ઘરે જઈને રાત રોકાયા હતાં. સવારે પોતાના ઘરે આવતા પુત્રવધુએ શાંતાબહેનને કહ્યું કે "કેમ કોઈએ રાખ્યા નહિ, અહીં શુ કામ આવ્યા છો પરત જતા રહો આ તમારું ઘર નથી".

આ પણ જુઓ - 
" isDesktop="true" id="1015004" >

જોકે, શાંતાબહેને કહ્યું કે આ તેમનું ઘર જ છે. જેથી શાંતાબહેનનો પુત્ર અને પુત્રવધુ આવેશમાં આવી ગયા અને તેમને માર માર્યો હતો. આખરે કંટાળીને શાંતાબહેને નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- દિલ્હીના ધૌલાકુંવામાં એન્કાઉન્ટર, શકમંદ ISIS આતંકવાદીની ધરપકડ
Published by:Kaushal Pancholi
First published:

Tags: Domestic violence, Family, Torture, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन