Home /News /madhya-gujarat /

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બાળક બદલીનો લાગ્યો આરોપ

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બાળક બદલીનો લાગ્યો આરોપ

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, બાળક બદલીનો લાગ્યો આરોપ

ફરિયાદીનો આરોપ છે કે તેમને જન્મ બાદ બાળકનો ચહેરા પણ બતાવ્યો ન હતો અને ખોટી રીતે રાત્રે 11 વાગ્યે ફોર્મ પર સહી કરાવી લીધી

અમદાવાદ : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આ વખતે તો સોલા સિવિલ હોસ્પિટલ ઉપર ગંભીર આરોપ લાગ્યો છે. એક પરિવારે બાળક બદલીના આરોપ સાથે ફરિયાદ કરી છે. પોલીસે પણ તપાસ શરૂ કરી છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ પર એક વ્યક્તિએ ગંભીર આરોપ લગાવ્યો છે.

ફરિયાદીનું કહેવું છે કે તેમની પુત્રીએ 16 જુલાઈના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને ડૉક્ટરે પહેલા કહ્યું કે બાબાનો જન્મ થયો છે, પરંતુ પોણા કલાક બાદ ડૉક્ટરે વાત પલટી અને છોકરી છે તેમ કહ્યું હતું. આ વાત સાંભળીને ફરિયાદી ચોંકી ગયા હતા અને ડૉક્ટર સાથે ચર્ચા કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો - હવે ચલણી નોટો ગણવાની સાથે વાયરસ મૂક્ત કરશે આ મશીન, અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની કમાલ

ડૉક્ટર આ વાત માનવા તૈયાર ન હતા જેથી તેમણે પોતાના ભત્રીજાને બોલાવીને વાત કરી હતી. ડૉક્ટરએ તેમના ભત્રીજાને ભૂલથી બાબો કહી દીધા હોવાની વાત કબૂલી હતી. ફરિયાદીનો આરોપ છે કે તેમને જન્મ બાદ બાળકનો ચહેરા પણ બતાવ્યો ન હતો અને ખોટી રીતે રાત્રે 11 વાગ્યે ફોર્મ પર સહી કરાવી લીધી હતી.

ત્યાર બાદ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશન આવ્યા બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી છે, પરંતુ આ સમગ્ર મામલે સોલા સિવિલ પોતાના ડૉક્ટરનો બચાવ કરી રહ્યાં છે અને ડૉક્ટરે કોઈ ભૂલ કરી નથી તેવું કહી રહ્યાં છે. હાલ તો ખરેખર હકીકત શું છે તે જાણવા પોલીસે માતા અને બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવી આગળની તપાસ કરી રહી છે. સમગ્ર મામલે dna રિપોર્ટ બાદ હકીકત સામે આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Civil Hospital, Sola civil hospital, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन