'સોહા અલી ખાને ગુજરાત પોલીસને ગેરમાર્ગે દોરી છે, ગુનો નોંધાવો જોઇએ'

News18 Gujarati
Updated: October 12, 2019, 11:25 AM IST
'સોહા અલી ખાને ગુજરાત પોલીસને ગેરમાર્ગે દોરી છે, ગુનો નોંધાવો જોઇએ'
વૃષ્ટી, સોહાઅલી ખાન અને શિવમ

એક સામાજિક કાર્યકર્તાએ શિવમ, વૃષ્ટિ અને સોહાઅલી ખાન સામે ગુનો નોંધવા માટે કમિશ્નરને ઇમેલ કર્યો છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલા ગાયબ થયેલા વૃષ્ટિ જસુભાઈ અને શિવમ પટેલને ગઇકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં લઈ આવી છે. એક અઠવાડિયા સુધી સતત શોધખોળ બાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેને ઉત્તર ભારતનાં એક સ્થળેથી શોધી કાઢ્યા હતા. ચંદીગઢથી બંનેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં બંનેના વાલીઓએ બંનેને આવકાર્યા હતા.

મહત્વનું છે કે, અભિનેત્રી સોહા અલી ખાનની ટ્વિટ બાદ વૃષ્ટિના ગુમ થવાની બાબત ગરમાઇ હતી. જેમાં એક સામાજિક કાર્યકર્તાએ શિવમ, વૃષ્ટિ અને સોહાઅલી ખાન સામે ગુનો નોંધવા માટે કમિશ્નરને ઇમેલ કર્યો છે.

સામાજિક કાર્યકર્તા લખન દરબાર


સામાજિક કાર્યકરે શું કહ્યું?

સામાજિક કાર્યકર્તા લખન દરબારે કમિશ્નરને એક ઇમેલ કર્યો છે. જેમાં શિવમ, વૃષ્ટિ અને સોહાઅલી ખાન સામે કેસ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, 'અનેક સામાન્ય નાગરિકો ગુમ થાય છે તો પોલીસ આટવી જલ્દી કાર્યવાહી કેમ નથી કરતી. અનેકવાર તો પોલીસ વ્યક્તિની ગુમ થયાની ફરિયાદ પણ નોંધતી નથી. ત્યારે શિવમ અને વૃષ્ટિએ સરકારી કામ અને પૈસાનો વેડફાટ કર્યો છે. જાતે ફરવા ગયા હોવાની જાણ પરિવારને પણ કરી ન હતી. જે બાદ સોહાઅલી ખાને સોશિયલ મીડિયાનો પણ દુરુપયોગ કર્યો છે. જો આ લોકો સામે ફરિયાદ નહીં લેવાય તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.'

ઇમેલ
આ પણ વાંચો : 'શાંતિ'ની શોધમાં ગયેલા શિવમ અને વૃષ્ટીને ક્રાઇમ બ્રાંચ પરત લાવી

શિવમ અને વૃષ્ટિ કસોલમાં રહેતા હતા

ગઇકાલે ક્રાઈમ બ્રાન્ચનાં જેસીપી અજય તોમરે જણાવ્યું હતું કે, બંને જણા સાથે રહેવા માંગતા હતા. જેથી તેઓએ ઈન્ટરનેટ ઉપર જગ્યાઓ શોધી હતી. જેમાં હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં આવેલા કસોલ વિસ્તારમાં રહેવાનું તેઓએ પસંદ કર્યું હતું. બંને અમદાવાદથી નીકળી ટ્રેન મારફતે દિલ્હી ગયા હતા અને ત્યાંથી તેઓ બસ મારફતે કુલ્લુ થઈ અને કસોલ ગયા હતાં. જ્યાં તેઓ રહેતા હતાં. બંને ઘરેથી ઓછા પૈસા લઈને નીકળ્યા હતા. તેમની પાસે પૈસા ખૂટતા તેઓ સારા પેઇન્ટ આર્ટિસ્ટ હોવાથી ત્યાં નાના મોટા પેઇન્ટિંગ કરી અને પૈસા મેળવ્યા હતા. કસોલ ટ્રેકિંગની જગ્યા છે. જેથી તેઓ અલગ અલગ કેમ્પ સાઈટમાં ત્યાં રહેતા હતા.

આ પણ વાંચો : અમદાવાદ પહોંચતા વૃષ્ટી-શિવમે કહ્યું, 'અમારે રાહુલ ગાંધીજીને મળવું છે'
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर