અમદાવાદઃ લોકડાઉનમાં પણ તસ્કરો સક્રિય, મધરાત્રે 2 જ મિનિટમાં બૂલેટની ચોરી કરી ચોર ફરાર


Updated: May 27, 2020, 6:29 PM IST
અમદાવાદઃ લોકડાઉનમાં પણ તસ્કરો સક્રિય, મધરાત્રે 2 જ મિનિટમાં બૂલેટની ચોરી કરી ચોર ફરાર
cctvની તસવીર

રાત્રે 11.30 આસપાસ આ બને લોકોએ એક્ટિવા પર આવીને રેકી કરી કરી હતી. અને બાદમાં સોસોયટીમાં લોકો સુઈ ગયા ત્યારે ચોરીને અંજામ આપ્યો હતો.

  • Share this:
અમદાવાદ: લોકડાઉનમાં (lockdown) પોલીસ સતત ફરજ બજાવી રહી છે કારણકે અનેક વિસ્તારોમાં હજુય દુકાનો બંધ છે. જેથી ચોરી ન થાય તેનું ધ્યાન તો પોલીસ રાખે જ છે. પણ તસ્કરો પોલીસ કરતા ચાર કદમ આગળ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ઘાટલોડિયા જનતાનગરમાં એક વેપારીનું મધરાત્રે બે જ મિનિટમાં બુલેટ ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં. સમગ્ર મામલે સોલા પોલીસે (Police) તપાસ હાથ ધરી છે.

ઘાટલોડિયામાં આવેલા શ્રીનાથ નિરંજ નગર સોસાયટીમાં રહેતા જયેન મોદી સ્ટેશનરીની દુકાન ધરાવી વેપાર કરે છે. વર્ષ 2019 માં તેમણે રોયલ એનફીલ્ડ 350 ક્લાસિક બુલેટ (Royal Enfield 350 classic bullet) ખરીધ્યું હતું. ગત 22 મીએ તેઓ જમીને પરવારી સુઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-પવિત્ર સંબંધો થયા કલંકિત! 9 વર્ષની હતી ત્યારથી સગી બહેન ઉપર ભાઈએ વર્ષો સુધી આચર્યું દુષ્કર્મ

પણ સવારે ઉઠીને જોયું તો એમનું બુલેટ ગાયબ હતું. આસપાસના લોકોની સાથે વાત કરીને પૂછપરછ કરી પણ વાહનની ભાળ ન મળી. તેટલામાં જ પાડોશીના ઘરે લગાવેલા સીસીટીવી ફૂટેજ (cctv) તેઓએ જોયા હતા. જેમાં રાત્રે બે વાગ્યે બે લોકો કાળા રંગના એક્ટિવા પર આવતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચોઃ-ચીનની TikTokને ટક્કર આપશે આ ભારતીય એપ, 1 મહિનામાં 5 મિલિયન ડાઉનલોડનો રેકોર્ડ, જાણો ખાસ ફિચર્સ

આ બને શખશોમાંથી એક શખસ એક્ટિવા પરથી ઉતરીને બૂલેટનું લોક તોડે છે. બાદમાં એક્ટિવા પર બેઠેલો શખસ પગથી ધક્કો મારીને બુલેટ કાઈને બને રવાના થઈ જાય છે. બને ચાલાક તસ્કરોએ બે જ મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો.આ પણ વાંચોઃ-કોરોનાથી નહીં કડક લોકડાઉનના કારણે થઈ શકે છે વધારે લોકોના મોતઃ નિષ્ણાતો

આ અંગે સોલા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર જયેનભાઈ કહે છે કે રાત્રે 11.30 આસપાસ આ બને લોકોએ એક્ટિવા પર આવીને રેકી કરી કરી હતી. અને બાદમાં સોસોયટીમાં લોકો સુઈ ગયા ત્યારે ચોરીને અંજામ આપ્યો હતો.

<iframe frameborder="0" width="100%" height="600" scrolling="auto" allowtransparency="true" src="https://news18.survey.fm/post-lockdown-behaviour-gujarati?iframe=1">
First published: May 27, 2020, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading