અમદાવાદઃ રૂ.35 લાખના લાંચ કેસની આરોપી PSI શ્વેતા જાડેજાએ કરી જામીન અરજી, આવી કરી રજૂઆત


Updated: July 8, 2020, 10:28 PM IST
અમદાવાદઃ રૂ.35 લાખના લાંચ કેસની આરોપી PSI શ્વેતા જાડેજાએ કરી જામીન અરજી, આવી કરી રજૂઆત
ફાઈલ તસવીર

ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી મહિલા PSI શ્વેતા જાડેજાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. જે કોર્ટે નામંજૂર કરતા આરોપી પીએસઆઇ શ્વેતા જાડેજાને જ્યૂડીશ્યલ ક્સ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ તેણે કોર્ટમાં જામીન અરજી કરી છે.

  • Share this:
અમદાવાદઃ દુષ્કર્મના કેસમાં પાસાની કલમ ન લગાવવા મહિલા પીએસઆઇ (woman PSI) શ્વેતા જાડેજા (Shweta jadeja) દ્વારા 35 લાખ રૂપિયાનો તોડ કરી 20 લાખની રકમ પડાવી લીધી હતી. આ મામલે આરોપી મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેની સામે કોર્ટે (court) માત્ર ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી મહિલા PSI શ્વેતા જાડેજાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. જે કોર્ટે નામંજૂર કરતા આરોપી પીએસઆઇ શ્વેતા જાડેજાને જ્યૂડીશ્યલ ક્સ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ તેણે કોર્ટમાં જામીન અરજી કરી છે.

શ્વેતા દ્વારા જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે કેનિલ શાહ ઉપર આ કેસ સિવાય બીજા બે કેસ નોંધાયેલા છે. હાઇકોર્ટના FIR રદ્દ કરવાના આદેશને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો અને કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યો હતો. કેનિલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ગુનો ફેબ્રુઆરીમાં બન્યો હતો તો ફરિયાદ છેક જૂન મહિનામાં કરવામાં આવી છે.

પૈસાની ડિલિવરી અંગે એફઆઈઆરની કથામાં ખામી છે. આ સિવાય અન્ય પણ મુદ્દાઓ ઉપસ્થિત કરી અને જામીનની તમામ શરતોનું પાલન કરવાની બાંહેધરી જામીન અરજીમાં આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI એસ.એચ. જાડેજા (શ્વેતા જાડેજા)સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચોઃ-સોનાએ રચ્યો ઈતિહાસ, અમદાવાદમાં સોનું રૂ.51,000ની નજીક પહોંચ્યું, જાણો સોના-ચાંદીના નવા ભાવ

મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 20 લાખ પડાવી લીધાં હતાં. ટુકડે ટુકડે આ રૂપિયા PSIએ પડાવ્યા હતા. મહિલા PSIની આ લાંચ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી થઈ હતી. જેની તપાસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધયો છે. મહિલા PSI સામેના ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી છે SOGએ PSI જાડેજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-OMG! જ્યારે ચાલતી કારમાં યુવક અને ઝેરી સાંપ વચ્ચે થઈ લડાઈ, પછી જે થયું એ જાણીને ચોંકી જશોઆ પણ વાંચોઃ-ખરીદો સસ્તું બાઈક! આ બજારમાં એક લાખ રૂપિયાનું બાઈક મળે છે માત્ર 30,000 રૂપિયામાં

સમગ્ર કેસ ની વિગતો પર નજર કરીએ તો GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના MD કેનાલ શાહ વિરુદ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી. બાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સામે કેસમાં સાક્ષીને ધમકાવવા અંગે કેનાલ શાહ સામે સેટેલાઈટમાં ફરિયાદ થઈ હતી.

આમ બે બે કેસ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પીઆઈનો ચાર્જ ધરાવતાં PSI શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં કેનાલ શાહને પાસા હેઠળ પૂરી દેવાનું જણાવી 35 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં તેઓને 20 લાખ ચૂકવી દેવાયા હતા પરંતુ 15 લાખ બાકી હતાં. આ માટે કેનાલ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. જે અંગે તપાસમાં પુરાવા મળતાં PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
Published by: ankit patel
First published: July 8, 2020, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading