ગુજરાતનું ગૌરવ : CAની ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં અમદાવાદની શ્રેયા ઓલ ઇન્ડિયામાં પ્રથમ

ગુજરાતનું ગૌરવ : CAની ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં અમદાવાદની શ્રેયા ઓલ ઇન્ડિયામાં પ્રથમ
CAની ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં અમદાવાદની શ્રેયા ઓલ ઇન્ડિયામાં પ્રથમ

શ્રેયા તિબેરવાલે કહ્યું - કોઈપણ પરીક્ષામાં પાસ થવું છે તો તે માટે પ્લાનિંગ ખૂબ જરૂરી છે

  • Share this:
અમદાવાદ : જહાં ચાહ હૈ વહી રાહ હૈ.. આ પંક્તિ સાચી ઠરી છે અમદાવાદની શ્રેયા તિબેરવાલના કિસ્સામાં. શ્રેયાએ નવેમ્બરમાં યોજાયેલી ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. શ્રેયાએ આ પરીક્ષામાં 800માંથી 701 માર્કસ મેળવી દેશભરના વિદ્યાર્થીઓને પાછળ પાડી દીધા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ 2020માં નવેમ્બર માસમાં જુના અને નવા કોર્ષની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં અમદાવાદની તેજસ્વી વિધાર્થિની શ્રેયા તિબેરવાલએ ઇન્ટરમીડિયેટમાં ઓલ ઈન્ડિયામાં ફસ્ટ રેન્ક મેળવ્યો છે.

આ ઉપરાંત અમદાવાદના ચિરાગ અસાવાનો ઓલ ઇન્ડિયામાં 7મો રેન્ક, પાર્થ બાંસલનો 21મો, વૈષ્ણવી પંચાલનો 30મો, આસ્થા શાહનો 32 અને વિષા અગ્રવાલનો 41મો રેન્ક આવ્યો છે. ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ આવનાર શ્રેયાએ જણાવ્યું કે કોરોના કાળમાં આ પરીક્ષા લેવાઈ હતી. કોરોનાના કારણે આ પરીક્ષા 15 દિવસ મોડી લેવાઈ હતી. કોરોનાના કારણે ક્લાસીસ બંધ હતા અને અભ્યાસ બાદ મૂડ ચેન્જ કરવા માટે પણ બહાર નીકળી શકતા નહોતા. જોકે આ સફળતાનો પૂરેપૂરો શ્રેય શ્રેયા માતાપિતાને આપે છે.આ પણ વાંચો - બનાસકાંઠા : બેસણામાંથી પરત ફરતા થયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

પિતા ચાર્ટડ એકાઉન્ટન્ટ હોવાનો લાભ શ્રેયાને અભ્યાસમાં ખૂબ મળ્યો. જોકે શ્રેયા અભ્યાસની તૈયારી અંગે જણાવે છે કે કોઈપણ પરીક્ષામાં પાસ થવું છે તો તે માટે પ્લાનિંગ ખૂબ જરૂરી છે. જે માટે તેણે અભ્યાસના પુરા મટિરિયલને સોલ્વ કર્યું હતુંય જૂના પેપરોનો પણ અભ્યાસ કર્યો, કલાસીસ દ્વારા લેવાતી મોકટેસ્ટમાં પણ ભાગ લીધો. જે અભ્યાસ કરતી હતી તેની નોટ્સ બનાવી હતી. કોચીગ ક્લાસમાંથી જે સબ્જેક્ટ આપ્યા તે પેપરસોલ્વ કર્યા. તેમજ જાતે પેપર બનાવીને પણ પરીક્ષાની તૈયારી કરી હતી.

જે લોકો CA કરવા માંગે છે તે માટે શ્રેયા કહે છે કે પરીક્ષામાં સફળતા માટે કન્સેપટ ક્લિયર હોવો જોઈએ અને તમે જે તૈયારી કરો છો તેને લઈ તમારો આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ. ICAIના અમદાવાદના ચેરમેન ફેનીલ શાહે જણાવ્યું હતું કે ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ આવીને શ્રેયા એ તેના માતાપિતા અને પરિવારનું જ નહીં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓલ ઇન્ડિયામાં ટોપ 50માં રેન્કર રહેલા વિદ્યાર્થીઓ ICAI અમદાવાદના તેજસ્વી તારલા છે.
Published by:Ashish Goyal
First published:February 08, 2021, 22:44 pm

ટૉપ ન્યૂઝ