અમદાવાદ હૉસ્પિટલ અગ્નિકાંડ : સરકારી ચોપડે મૃત્યુનું કારણ કોરોના લખાયું!


Updated: August 7, 2020, 5:32 PM IST
અમદાવાદ હૉસ્પિટલ અગ્નિકાંડ : સરકારી ચોપડે મૃત્યુનું કારણ કોરોના લખાયું!
સરકારી ચોપડે કરાયેલી નોંધ.

શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી ત્યાં ICUમાં સારવાર માટે દાખલ કરાયેલા આઠ દર્દીનાં મોત થયા તે જગજાહેર છે

  • Share this:
અમદાવાદ : શહેરની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાના પરિણામે 8 પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ઘણા પરિવાર તો એવા છે કે તેમનો આધાર જ એ મોભી હતા. હજુ તો મૃતકોની ચિતાની આગ ઠંડી નથી પડી ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની વધુ એક બેદરકારી સામે આવી છે. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી ત્યાં ICUમાં સારવાર માટે દાખલ કરાયેલા આઠ દર્દીનાં મોત થયા તે જગજાહેર છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના સ્મશાન ગૃહે મૃતકોની અંતિમવિધિ સમયે કરેલી નોંધમાં આગના પરિણામે નહીં પરંતુ કોરોનાને પરિણામે મૃત્યુ થયું લખ્યું હોવાનું ઘટસ્ફોટ થયો છે.

એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારી ચોપડા પર પીડિતોનાં મૃત્યુ આગને પરિણામે નહીં પરંતુ કોરોનાને પરિણામે થયા હોવાનું નોંધ્યું છે. મૃતકના પરિવારના સભ્યએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે જ્યારે સ્મશાન ગૃહમાં નોંધ થતી હતી ત્યારે કર્મચારીને મૃત્યુનું કારણ આગ હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ કર્મચારીએ કોરોનાને કારણે મોત થયાની નોંધ કરી હતી. આ કારણે મૃતકનો અકસ્માતનો વીમો મેળવામાં પણ તકલીફ પડી શકે છે. એટલે કે મૃતકોના પરિવારજનો પર બીજી મોટી આફત આવી શકે છે.

(આ પણ વાંચો : શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડ- NOC ન હોવાનો ફાયરે આપ્યો રિપોર્ટ, સેફ્ટી સાધનો હોવાનું કહી કર્યો બચાવ?)નોંધનીય છે કે ગુરુવારે વહેલી સવારે નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હૉસ્પિટલમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગ ચોથા માળે આવેલા ICU વિભાગમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ICUમાં રહેલા તમામ લોકો જીવતા જ ભૂંજાયા હતા. આ આગમાં ત્રણ મહિલા અને પાંચ પુરુષોનાં મોત થયા હતા.

આગને કારણે મોતને ભેટેલા લોકો :1. આયશાબેન એમ. તીરમિઝી, ઉ.વ.51, રહે- ડી-4, આલીફ એપાર્ટમેન્ટ, જૈન મર્ચન્ટ, પાલડી
2. મનુભાઇ ઇશ્વરલાલ રામી, ઉ.વ. 22, રહે- 42, આર. એમ.એસ સોસાયટી, મેમનગર
3. જ્યોતિબેન વિષ્ણુભાઇ સિંધી, ઉં.વ. 55, રહે- રાધે બંગલોઝ, રામરોટી રોડ, સિંઘી રોડ, ખેરાલુ, વિસનગર, મહેસાણા
4. અરવિંદભાઇ ભાવસાર, ઉ.વ. 78, રહે-ઈ-17, અક્ષત એપાર્ટમેન્ટ, મેમનગર
5. નરેન્દ્રભાઇ એન. શાહ, ઉ.વ. 61, શેઠ ફલી, ખરાકુવા, ધોળકા
6. લીલાવતીબેન ચંદ્રકાંત શાહ, ઉ.વ. 72, રહે- ધરણીધર ટાવર, વાસણા
7. આરીફ અબ્દુલભાઇ મન્સુરી, ઉં.વ 42, રહે- ન્યુરેદલહી સોસાયટી, સોનલ સિનેમા, વેજલપુર
8. નવનીતલાલ. આર. શાહ, ઉ.વ. 80, રહે- શેઠ ફલી, ખારકુવા, ધોળકા
Published by: Vinod Zankhaliya
First published: August 7, 2020, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading