શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો : પીપીઈ કીટ વગર કોરોનાના દર્દીઓનો જીવ બચાવનાર 8 પોલીસ કર્મી ક્વૉરન્ટીન

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો : પીપીઈ કીટ વગર કોરોનાના દર્દીઓનો જીવ બચાવનાર 8 પોલીસ કર્મી ક્વૉરન્ટીન
શ્રેય હૉસ્પિટલ

આ કામગીરી બાદ બે પોલીસ કર્મચારીને તાવ અને ખાંસીના લક્ષણો જણાઈ આવતા 8 જેટલા પોલીસ કર્મચારીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાની (coronavirus) મહામારી દરમિયાન લોકડાઉનનો (lockdown) કડક અમલ કરાવવાની વાત હોય, પરપ્રાંતીયોને સલામત રીતે વતન પહોંચાડવાના હોય કે પછી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાંભળવાની હોય પોલીસ જવાનો એ પોતાના જીવની કે પરિવારની ચિંતા કર્યા વગર જ રાત દિવસ ફરજ નિભાવી છે. જોકે, જેમાં કેટલાય પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ પણ થાય તો કેટલાક લોકો એ જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો.

ગુરુવારે વહેલી સવારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બનતા જ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો. આ હોસ્પિટલ કોવિડ 19 માટે ફાળવવામાં આવી હતી અને અહી દાખલ દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાની જાણ હોવા છતાં પોલીસ કર્મચારીઓ કોઈપણ જાતની સલામતી વગર હૉસ્પિટલ પહોંચી ગયા હતા અને દર્દી ઓને સલામત બહાર ખસેડવા ની કામગીરીમાં જોડાયા હતા.41 જેટલા દર્દી ઓને સલામત રીતે હૉસ્પિટલમાંથી બહાર કાઢી એસ.વી.પી હૉસ્પિટલ ખસેડવામાં પોલીસ જવાનો એ મદદ કરી. જોકે આ કામગીરી બાદ બે પોલીસ કર્મચારીને તાવ અને ખાંસીના લક્ષણો જણાઈ આવતા 8 જેટલા પોલીસ કર્મચારીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- અમદાવાદની બે ખાનગી શાળાની અનોખી પહેલ, સ્ટાફ માટે વીમા કવચ અને સ્કૂલ વાન ચાલકોને આર્થિક મદદ

આ પણ જુઓ -

તમામના કોરોના રિપોર્ટ કઢાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.  આમ પોલીસ કર્મચારીઓની આ ઉમદા કામગીરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ પ્રસંશા કરવામાં આવી છે.

આ પણ વાંચો -  અમદાવાદઃ સોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા, ફટાફટ જાણીલો સોના-ચાંદીના નવા ભાવ
Published by:Kaushal Pancholi
First published:August 08, 2020, 07:49 am

ટૉપ ન્યૂઝ