Home /News /madhya-gujarat /

અમદાવાદની ખાનગી કોવિડ હૉસ્પિટલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, 8 દર્દીઓનાં મોત

અમદાવાદની ખાનગી કોવિડ હૉસ્પિટલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, 8 દર્દીઓનાં મોત

(તસવીર - ઋત્વીજ પટેલ)

આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે.

    અમદાવાદ :અમદાવાદનાં (Ahmedabad) નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલમાં (Shrey Hospital) ભીષણ આગ લાગી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં (Covid Hospital) આગ લાગવાથી 8 દર્દીઓનાં મોત નીપજ્યા છે. આઈસીયુમાં (ICU) દાખલ 8 દર્દીઓનાં આગને કારણે મૃત્યુ નીપજ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાતે 2.30 કલાક આ આગ લાગવાના સમાચાર સામે આવ્યાં છે.

    મળતી માહિતી પ્રમાણે, મોડી રાતે આશરે 3 વાગે આ ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયુ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે. આ ઉપરાંત એક પેરામેડિલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયો છે. જેમને વી.એસ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

    આ 8 મૃતક દર્દીઓનું પંચનામુ થશે જે બાદ જ આ લોકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવશે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયર વિભાગની 1 ફાઇટર, 1 ટેન્કર, એક ઇમરજન્સી ટેન્કર અને હાઇડ્રોલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી છે.

    આ પણ જુઓ - 

    આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં Corona વધુ 1073ને ચોંટ્યો, 1046 દર્દી સાજા થયા, વધુ 23નાં મોત

    મૃતકોના નામ
    1. આયશાબેન એમ. તીરમિઝી, ઉ.વ.51, રહે- ડી-4, આલીફ એપાર્ટમેન્ટ, જૈન મર્ચન્ટ, પાલડી
    2. મનુભાઇ ઇશ્વરલાલ રામી, ઉ.વ. 22, રહે- 42, આર. એમ.એસ સોસાયટી, મેમનગર
    3. જ્યોતિબેન વિષ્ણુભાઇ સિંધી, ઉં.વ. 55, રહે- રાધે બંગલોઝ, રામરોટી રોડ, સિંઘી રોડ, ખેરાલુ, વિસનગર, મહેસાણા
    4. અરવિંદભાઇ ભાવસાર, ઉ.વ. 78, રહે-ઈ-17, અક્ષત એપાર્ટમેન્ટ, મેમનગર
    5. નરેન્દ્રભાઇ એન. શાહ, ઉ.વ. 61, શેઠ ફલી, ખરાકુવા, ધોળકા
    6. લીલાવતીબેન ચંદ્રકાંત શાહ, ઉ.વ. 72, રહે- ધરણીધર ટાવર, વાસણા
    7. આરીફ અબ્દુલભાઇ મન્સુરી, ઉં.વ 42, રહે- ન્યુરેદલહી સોસાયટી, સોનલ સિનેમા, વેજલપુર
    8. નવનીતલાલ. આર. શાહ, ઉ.વ. 80, રહે- શેઠ ફલી, ખારકુવા, ધોળકા

    આ પણ વાંચો- અમદાવાદ હૉસ્પિટલની આગમાં બળીને ભડથું થયેલા દર્દીઓનાં પરિવારોનો આક્ષેપ, હૉસ્પિટલે જાણ ન કરી, સવારે ટીવી જોઇને ખબર પડી
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, Covid hospital, COVID-19, અમદાવાદ, આગ, ગુજરાત

    આગામી સમાચાર