અમદાવાદ : મંદિરમાં દૂધ ચઢાવવા બાબતે પૂજારી અને દર્શનાર્થી વચ્ચેનો ઝઘડો પહોંચ્યો પોલીસ સ્ટેશન


Updated: August 11, 2020, 9:20 AM IST
અમદાવાદ : મંદિરમાં દૂધ ચઢાવવા બાબતે પૂજારી અને દર્શનાર્થી વચ્ચેનો ઝઘડો પહોંચ્યો પોલીસ સ્ટેશન
પ્રતિકાત્મક તસવીર

મંદિરના ગર્ભગૃહમાં દૂધ ઢોળાઇ જતા દર્શનાર્થી અને પૂજારી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં માંડવીની પોળમાં મંદિરના ગર્ભગૃહમાં દૂધ ઢોળાઇ જતા દર્શનાર્થી અને પૂજારી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મણિનગરમાં રહેતા પાર્થ ભટ્ટે પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ માસમાં માંડવીની પોળમાં આવેલા રામનાથ મંદિરમાં પૂજા પાઠ કરાવે છે. ગઇકાલે સવારે તે તેમની પત્ની અને ફોઈ સાથે મંદિરમાં હજાર હતા તે દરમિયાન રાજેશ ભાઈ અને તેમના પત્ની મંદિરમાં આવ્યા હતા અને પ્લાસ્ટિકની થેલી માંથી લોટામાં દૂધ કાઢતા હતા. આ દરમિયાન દૂધ મંદિરના ગર્ભગૃહમાં ઢોળાયુ હતુ. જેથી પાર્થે તેઓને મંદિરમાં રસ્તો નહિ રોકવા અને ગંદકી નહિ કરવા માટે જણાવ્યું હતું.

જેથી રાજેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ થોડા સમય બાદ રાજેશભાઈનો પુત્ર તેના મિત્રો સાથે આવ્યો હતો અને ફરિયાદી સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. જેથી ફરિયાદી એ પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - આખરે શ્રેય હૉસ્પિટલ આગકાંડમાં FIR નોંધાઈ, અન્ય ડિવિઝનના એસીપી કરશે તપાસ

જોકે, બીજી બાજુ રાજેશભાઈએ પણ પાર્થ તેની પત્ની અને ફોઈ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. રાજેશભાઈનો આરોપ છે કે, તેઓ શિવજીને દૂધ ચઢાવવા માટે મંદિરમાં ગયા હતા ત્યારે પાર્થે તેઓ ને કહેલ કે બધું દૂધ ચઢાવવાની જરૂર નથી. થોડું દૂધ ચઢાવી બાકીનું બાજુની ડોલમાં મૂકી દો અમારે પણ ઘર કેવી રીતે ચલાવવું તેમ કહી તેમની સાથે ઝઘડો કરી બીભત્સ શબ્દો બોલીને ગળદાપાટું નો માર માર્યો હતો.

આ પણ જુઓ - 

 

જેથી તેમને પણ પાર્થ, તેની પત્ની અને ફોઈ ની વિરુદ્ધ માં પોલીસ ફરિયાદ આપી છે. આમ પોલીસે હાલમાં બંનેની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - BJPના આ મોટા નેતાનો દાવો, આજે નહીં તો થોડાક મહિના પછી અશોક ગેહલોત સરકાર પડી જશે
Published by: Kaushal Pancholi
First published: August 11, 2020, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading