અમદાવાદ : હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે ફરી બિનજામીનપાત્ર વોરન્ટ કાઢ્યું

Sanjay Joshi
Updated: February 7, 2020, 3:14 PM IST

પાટીદાર આંદોલન 2015ના રાજદ્રોહ કેસનો મામલે હાર્દીક વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ છે.

  • Share this:
અમદાવાદ : શેસન્સ કોર્ટે  ફરીવાર બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ગત સુનાવણીમાં તેણે કેસની મુદ્દતમાં હાજરી આપવાની બાહેંધરી આપવા છતાં તે હાજર રહ્યો ન હતો અને પરીણામે કોર્ટે આજે ફરીવાર બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ છે. ગત સુનાવણીમાં પણ  રાજદ્રોહના કેસમાં વારંવાર ગેરહાજર રહેલા હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ ઇશ્યૂ કરાયુ હતું. જે બાદ હાર્દિકની વિરમગામ નજીકથી ધરપકડ કરાયા બાદ જસ્ટીસ ગણાત્રા સમક્ષ રજૂ કરાયો હતો. જજે હાર્દિકને 24 તારીખ સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ એસીપી રાજદીપસિંહ ઝાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્ટે બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરતા વિરમગામ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ હાર્દિકે જામીન અરજી કોર્ટમાં કરી હતી જેમાં કોર્ટે હાર્દીકને રાહત આપી હતી અને  હાર્દિક પટેલના જામીન મંજૂર રાખ્યા હતા સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના 25000 હજારના બોન્ડ સાથે શરતી જામીન મંજૂર કર્યા હતા. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો હતો જો કે તે ફરીવાર હાજર નરહેતા કોર્ટે લાલ આખ કરતા બીનજામીનપાત્ર વોર્ટ ફરીવાર ઈસ્યુ કર્યુ છે.

આ પણ વાંચો : છોટાઉદેપુર : LRD ભરતીના મુદ્દે રાઠવા સમાજનું જલદ આંદોલન, બોડેલી સ્ટેશને ટ્રેન રોકી, MP હાઇવે બંધ

ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદમાં પટેલોને અનામત આપવાની માગ યોજાયેલી રેલીમાં હિંસા ફાટી નીકળતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિક પટેલને જુલાઇ, 2016માં જામીન આપવામાં આવ્યા હતાં. નવેમ્બર, 2018માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો ઘડયા હતાં. પાટીદાર નેતાના વકીલ દ્વારા કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવ્યાની વિરૂદ્ધમાં સરકારની અરજી સ્વીકાર્યા પછી એડિશનલ સેશન્સ જજ ગણાત્રાએ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કોર્ટમાં હાજર થવામાંથી વારંવાર મુક્તિ મેળવીને હાર્દિક પટેલ કેસની સુનાવણીને વિલંબિત કરવા માગે છે. હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ નિયમિતપણે કોર્ટમાં હાજરી ન આપીને જામીનની શરતોનું ભંગ કરી રહ્યાં છે અને સુનાવણીને વિલંબિત કરી રહ્યાં છે.

 
First published: February 7, 2020, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading