Home /News /madhya-gujarat /અમદાવાદ બ્લાસ્ટ કેસ : સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 49 આરોપીઓ દોષિત, કોર્ટ સંભળાવશે સજા

અમદાવાદ બ્લાસ્ટ કેસ : સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 49 આરોપીઓ દોષિત, કોર્ટ સંભળાવશે સજા

કોર્ટની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad news: બ્લાસ્ટ કેસમાં કોર્ટે કાવતરું હોવાનું માન્યુ. જેથી IPCની કલમ 302, તેમજ UAPA એક્ટ હેઠળ 49ને દોષિત ઠેરવાયા છે.

    અમદાવાદ: લગભગ 13 વર્ષ સુધી ચાલેલી લાંબી ટ્રાયલ પછી, સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે મંગળવારે વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Bomb Blast)નો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદ સીરિયલ બ્લાસ્ટની આ ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ અને 240 લોકોને ઈજા થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદોમાં 49 આરોપી સમગ્ર બ્લાસ્ટના ષડયંત્રમા સામેલ હોવાનું સામે આવતા દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 77માંથી કુલ 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. તો 49 આરોપીઓ દોષિત જાહેર કરાયા છે. જેમને આવતીકાલે સજા સંભળાવવામા આવશે. આવતીકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સજા સંભળાવવામાં આવશે.

    કોર્ટે કાવતરું હોવાનું માન્યુ

    અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આવતીકાલે કોર્ટ 49 દોષિતોને સજા સંભળાવશે,બ્લાસ્ટ કેસમાં કોર્ટે કાવતરું હોવાનું માન્યુ. જેથી IPCની કલમ 302, તેમજ UAPA એક્ટ હેઠળ 49ને દોષિત ઠેરવાયા છે.



    હજી 8 આરોપીઓ ફરાર

    આ સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે, તેમની સામેનો કેસ હજી ઓપન થયો નથી.



    70 મિનિટમાં એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા

    તારીખ 26 જુલાઈ 2008, શનિવારના એ ગોઝારા દિવસે અમદાવાદમાં (Ahmedabad Serial Bomb Blast) 70 મિનિટમાં એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા અને 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. શહેરની સિવિલ હોસ્પિટલ, મણિનગર, બાપુનગર સહિતની જગ્યાઓ પર 21 જેટલા બોમ્બબ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.



    પીએ મોદી તે વખતે રાજ્યના મુખ્યમંત્રી હતા

    અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના કેસને હાલના પોલીસવડા આશિષ ભાટિયા અને એ વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચૂડાસમા સહિતની ટીમના અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ ઉકેલીને 30 આરોપીને ઝડપી પાડ્યા હતા. મહત્ત્વનું છે કે, તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા. વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ahmedabad blast case, Ahmedabad news, અમદાવાદ, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन