Home /News /madhya-gujarat /

2008 Ahmedabad serial blasts: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 દોષિતોને કોર્ટમાં વર્ચ્યુઅલી રજૂ કરાયા, વધુ સુનાવણી 11 ફે્બ્રુઆરીએ હાથ ધરાશે

2008 Ahmedabad serial blasts: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 49 દોષિતોને કોર્ટમાં વર્ચ્યુઅલી રજૂ કરાયા, વધુ સુનાવણી 11 ફે્બ્રુઆરીએ હાથ ધરાશે

કોર્ટની બહારની તસવીર

2008 Ahmedabad serial blasts: બ્લાસ્ટ કેસમાં દોષિત 49 આરોપીઓને વર્ચ્યુઅલી કોર્ટમાં રુજુ કરવામાં આવ્યા છે. આ દોષિતોને આજે સાંભળવામાં આવશે અને આગામી ત્રણથી ચાર દિવસમાં સજા નક્કી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.

    અમદાવાદ: 26 જુલાઇ, 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને (2008 Ahmedabad serial blasts) મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ત્રાસવાદી કાવતરૂં અને સુઆયોજીત કાવતરૂં ઠેરવતો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આ કેસમાં ઝડપાયેલા 77 આરોપીઓ પૈકી 49 આરોપીઓને દોષિત (49 guilty) જાહેર કર્યા છે. ઉપરાંત 28 આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે. આ કેસમાં આરોપીઓની સજા અંગે આજથી સુનાવણી શરૂ થઇ છે. બ્લાસ્ટ કેસમાં દોષિત 49 આરોપીઓને વર્ચ્યુઅલી કોર્ટમાં રુજુ કરવામાં આવ્યા છે. જોકે, થોડીવાર આ કેસમાં સુનાવણી ચાલ્યા બાદ હવે વધુ સુનાવણી 11 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

    એકસાથે આટલા આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ

    યુ.એ.પી.એ. (અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ એકસાથે આટલા આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ છે.સુરતમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પણ આ જ આરોપીઓની સંડોવણી હોવાથી કેસની સુનાવણી એકસાથે કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - Ahmedabad Serial Bomb Blast: અમદાવાદ 70 મિનિટમાં 21 બ્લાસ્ટથી હચમચી ગયુ હતુ, 56 નિર્દોષોનો ગયા હતા જીવ

    દોષિતોને ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની જોગવાઇ

    આપને જણાવીએ કે, આ કેસમાં પહેલા 78 આરોપીઓ ઝડપાયા હતા પરંતુ એક આરોપી તાજનો સાક્ષી બનતા તેને છોડવામાં આવ્યો હતો. આ કેસના આરોપીઓ જે કાયદાઓ અને કલમો હેઠળ દોષિત સાબિત થયા છે. જેમાં ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની જોગવાઇ છે. મંગળવારે સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલ દ્વારા 11:16 કલાકે ચુકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી અને 11:32એ સુનાવણી પૂર્ણ થઇ હતી. જેમાં 49 આરોપીઓને આઇ.પી.સી. 302 (હત્યા), 307(હત્યાનો પ્રયાસ), 326 (ગંભીર ઇજા પહોંચાડવી), 427 (નુકસાન પહોંચાડવું), 121(એ) (રાષ્ટ્રદ્રોહ), 124(એ) (રાષ્ટ્રદ્રોહ), 153 (એ) કોમી વૈમનસ્ય ફેલાવી શાંતિ ડહોળવી) વગેરે કલમો લગાવી છે.



    આ પણ જુઓ -  AHMEDABAD BLAST CASEમાં કોર્ટે કાવતરું હોવાનું માન્યું છે

    સૂત્રધાર યાસીન ભટકલ પરનો કેસ હજી ઓપન નથી થયો

    આ કેસનો સૂત્રધાર યાસીન ભટકલ હાલ દિલ્હીની જેલમાં અન્ય કેસમાં બંધ છે અને અન્ય સૂત્રધાર જુહાપુરાનો તૌફીક અબ્દુલ સુભાન કેરળના કોચિનની જેલમાં બંધ છે અને તેમની સામે હજુ કેસ ખુલ્યો નથી. આ બન્ને સામે કેસ ઓપન કરવા અને કાર્યવાહી શરૂ કરવા તપાસ એજન્સીઓએ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે. જે અંગે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય આપશે. ઉપરાંત આ કેસમાં કુલ 15 આરોપીઓ વોન્ટેડ હતા. જેમાં બે આરોપીઓના મોક થયા છે અને હવે 13 આરોપીઓ વોન્ટેડ છે.

    આ કેસના આરોપીઓ વિવિધ રાજ્યની જેલમાં બંધ

    બ્લાસ્ટ કેસના કુલ આરોપીઓ પૈકી 50 આરોપીઓ સાબરમતી જેલમાં બંધ છે. જ્યારે અન્ય 27 આરોપીઓ કર્ણાટક, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વિવિધ 9 જેલમાં બંધ છે. આ આરોપીઓ અન્ય રાજ્યોની જેલમાં અન્ય કેસોમાં દોષિત ઠરી સજા ભોગવી રહ્યા છે અથવા તેમના પર ટ્રાયલ ચાલી રહી હોવાથી ત્યાંની જેલમાં બંધ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ahmedabad news, Serial blast, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર