અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીએ ફરી વખત ‘ગાંધી’ પરીક્ષામાં કર્યું ટોપ

News18 Gujarati
Updated: October 16, 2018, 12:47 PM IST
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીએ ફરી વખત ‘ગાંધી’ પરીક્ષામાં કર્યું ટોપ
જેલમાં પરીક્ષા

2 ઓક્ટોબરનાં રોજ ગાંધી જંયતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓએ ગાંધી જંયતિ નિમિત્તે ગાંધી જીવન પર આધારિત પરીક્ષામાં ભાગ લીધો હતો.

  • Share this:
વિજયસિંહ પરમાર

અમદાવાદમાં 2008માં થયેલા સિરીયલ બ્લાસ્ટનાં એક આરોપીએ આ વર્ષે પણ ગાંધી વિચાર પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ કરી છે. એટલું જ નહીં, પણ તેણે આ પરીક્ષામાં 80 માર્ક્સનાં પેપરમાંથી 80 માર્ક્સ મેળવ્યા છે.

મહાત્મા ગાંધીનાં જીવન પર લેવામાં આવેલી આ પરીક્ષામાં અવ્વલ આવનારનું નામ છે શમ્સુદ્દીન શેખ. તે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે અને અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે.

ગયા વર્ષે લીધેલી ગાંધી વિચાર પરીક્ષામાં પણ શમ્સુદ્દીન શેખ પ્રથમ ક્રમે આવ્યો હતો. શમ્સુદ્દીન શેખે સાબરમતી જેલમાં આવ્યા પછી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. તે ગાંધી વિચાર પરીક્ષા અંગેજી ભાષામાં આપે છે.

બીજા ક્રમે ઉતિર્ણ થનાર હસીબ રજા ફિરદોસ રજા સૈયદે 80 માર્ક્સમાંથી 76 માર્ક્સ મેળવી બીજો ક્રમ મેળવ્યો છે.

2 ઓક્ટોબરનાં રોજ ગાંધી જંયતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલનાં કેદીઓએ ગાંધી જંયતિ નિમિત્તે ગાંધી જીવન પર આધારિત પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષા નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી જેલનાં સંયુક્ત ઉપક્રમે છેલ્લા ત્રણ વર્ષથી આ પરીક્ષા લેવામાં આવે છે.આ વર્ષે કુલ 86 કાચા અને પાકા કામનાં કેદીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 13 મહિલા કેદીઓનો પણ સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, જે 86 કેદીઓએ ગાંધી પરીક્ષા આપી તેમાંથી સાત કેદીઓ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનાં આરોપીઓ હતા.

જુઓ પ્રશ્નપત્રનવજીવન ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ આ અગાઉ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું હતુ કે, આ વર્ષે ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વિશે પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 80 પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. એક કલાકની આ પરીક્ષા હતી. તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ હતા. છેલ્લા ત્રણ વર્ષથી નવજીવન ટ્રસ્ટ સાબરમતી મધ્યસ્થ જેલ સાથે મળીને કેદીઓ સાથે વિવિધ પ્રવૃતિઓ કરે છે. ગાંધી વિચારના પ્રચારનો પણ આ એક રસ્તો છે. આ પરીક્ષા ત્રણ ભાષાઓ-અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવી હતી.”

જુઓ પ્રશ્નપત્રસાબરમતી જેલમાં ગાંધીજીના જીવન પર આધારિત લેવાતી પરીક્ષામાં કેદીઓ પહેલા નામ નોંધાવે છે. આ પછી નવજીવન ટ્રસ્ટ દ્વારા તેમને પુસ્તક આપે છે. આ પરીક્ષાની તૈયારી કરવા માટે કેદીઓને એક મહિનાનો સમય આપવામાં આવે છે અને એ પુસ્તક પરથી જ પરીક્ષા લેવામાં આવે છે.

આ પરીક્ષામાં જે કેદી પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર કેદીને છે અનક્રમે રૂ. 11,000, રૂ. 7500 અને રૂ 5100 ઇનામ રૂપે આપવામાં આવ્યા હતા.
First published: October 16, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading