Home /News /madhya-gujarat /

અમદાવાદ: સાબરમતી નદીમાં કેમિકલનું પાણી છોડાયું, લોકોનાં સ્વાસ્થ્ય સાથે કેટલાં ચેડાં

અમદાવાદ: સાબરમતી નદીમાં કેમિકલનું પાણી છોડાયું, લોકોનાં સ્વાસ્થ્ય સાથે કેટલાં ચેડાં

સાબરમતીમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠલવાય છે

Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદી (Sabarmati River) હવે પ્રદૂષિત બની રહી છે વાસણા બેરેજ સુધી નદીમાં સુધુ ચોખ્ખુ પાણી ભરવામાં આવે છે પરતું ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવતા પાણીથી નદીમાં પ્રદુષણની (Polluted River) માત્રામાં વધારો થઈ રહ્યો છે જેથી નદી કાંઠાના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો માટે પ્રદુષિત પાણી વહેતું હોવાથી દયાજનક સ્થિતિ સર્જાઈ છે.

વધુ જુઓ ...
અમદાવાદ માટે પાણી ભરેલી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ શાન સમાન ગણાય છે પરતું જે કાંઠાનો વિકાસ થયો છે તેની સુંદરતા દેખાય છે પરતું નદીનો એવો પણ વિસ્તાર છે જ્યા ગંદું પાણી ઠલવાઈ રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે સાબરમતી નદી હવે પ્રદુષણનો પર્યાય બનતી જાય છે. ન્યુઝ૧૮ ગુજરાતીનો એક્ઝલુઝિવ રિપોર્ટ માં આખરે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ ગયું છે.અમદાવાદ ની સાબરમતી નદી ને સુનિયોજિત રીતે પ્રદૂષિત કરવાનુ કાવતરું ઘડાઈ રહ્યું છે.આજે ન્યુઝ૧૮ ગુજરાતી પહોચ્યું અમદાવાદ ના વિશાલા સર્કલ પાસે, જ્યાં સાબરમતી નદી માં રીતસરનું સાબુવાળુ અને લાલ કેમિકલ પાણી નું ભેળસેળ થતું જોવા મળ્યું. સાબરમતી નદી ને પ્રદૂષિત કરવા અંગે ગુજરાત હાઇકોર્ટ એ ઉદ્યોગો તેમજ સી ઇ ટી પી ની ઝાટકણી પણ કાઢી છે પરંતુ સ્થિતિ જેસે થી ની સામે આવી છે.અમદાવાદ ના વિશાળ પાસે રવિવાર ના રોજ સવારથી જે પ્રકારે લાલ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું તેને જોતા લાગી રહ્યું છે કે અન ટ્રિટ મેન્ટ કેમિકલ વોટર હજી પણ નદીમાં ઠલવાઈ રહ્યું છે જે નદીમાં ભળતા ની સાથે નદી ના પાણી ને બે રંગ નું કરી નાખે છે.

આ પણ વાંચો-No Party: અમદાવાદનાં ક્લબોમાં નહી થાય થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન, ઇવેન્ટ આયોજકોને હજુ આશા

હાઇકોર્ટ ની ફટકાર બાદ પણ સાબરમતી નદીની સ્થિતિ ઠેરની ઠેર

અમદાવાદની સાબરમતી નદી હવે પ્રદૂષિત બની રહી છે વાસણા બેરેજ સુધી નદીમાં સુધુ ચોખ્ખુ પાણી ભરવામાં આવે છે પરતું ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવતા પાણીથી નદીમાં પ્રદુષણની માંત્રામાં વધારો થઈ રહ્યો છે જેથી નદી કાંઠાના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો માટે પ્રદુષિત પાણી વહેતું હોવાથી દયાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેર પૂર્ણ થતાં જ નદીમાં કેમિકલ પાણી છોડવામાં આવે છે

આ પણ વાંચોઃ-વલસાડઃ accidentનો વિચલિત કરતો live video, બાઈક ચાલકે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

બીજી તરફ નદી કાંઠાના લોકો પ્રદુષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધી જે રિવરફ્રન્ટ બનાવ્યો છે તે ભાગના પાણીને ચોખ્ખુ રાખીને બ્યુટીફિકેશન દર્શાવાય છે પરતું શહેરી વિસ્તાર પૂર્ણ થતા જ સાબરમતી નદીની હકિકત જોવા મળે છે, શહેર પૂર્ણ થતાં જ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. જેને કારણે જમીનથી લઈને ભૂગર્ભ જળમાં પણ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ અંગે વિશાલા બ્રિજ નજીક આવેલા ગ્યાસપુર ગામમાં લોકો સાથે વાતચીત કરતા માલુમ પડ્યું કે નદીમાં જે ગંદુ પાણી નાખવામાં આવે છે તેને કારણે ગામ ના લોકો ખેતી નથી કરી શકતા એટલુંજ નહીં ઘરે ઘરે લોકો ચામડી ના રોગ ના શિકાર બન્યા છે

આ પણ વાંચો-Viral Video: બેન્ડ, બાજા અને ધડામ... વર-કન્યાની ધમાકેદાર એન્ટ્રીમાં દુર્ઘટના, 12 ફૂટ ઊંચાઈએથી પડ્યા

નદીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા તંત્રને સળગતા સવાલો 

સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા માટે જવાબદાર કોણ?
GPCB કેમિકલ પાણી છોડતા એકમો વિરુદ્ધ એક્શન ક્યારે લેશે?
વાસણા બેરેજ સુધી સાબરમતી નદીને શુદ્ધ દર્શાવાય છે
શહેર પૂર્ણ થતાં જ નદીમાં કેમિકલ વાળા પાણી કેમ છોડાય છે?
વિશ્વના નેતાઓને સાબરમતી નદી શુદ્ધ હોવાના દ્રશ્ય દેખાડાય છે ?
શહેરના છેવાડેથી નદીની જે સ્થિતિ છે તેના માટે જવાબદાર કોણ?
સાબરમતીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડનારા ક્યાં ?
શું નેતાઓ સાબરમતીને સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધી જ માને છે?
વાસણા બેરેજ બાદ નદીની સ્વચ્છતાની ઝુંબેશ કોણ ઉપાડશે?શુક્રવારે કોર્ટે ઝાટકણી કાઢી હતી

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો ગુજરાત હાઇકોર્ટ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને ટકોર કરી હતી કે સી.ઇ.ટી.પી. નું સંચાલન કરતી ખાનગી કંપનીઓ સબ સલામત હોવાનો દાવો બંધ કરે નહિતર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઉદ્યોગ બંધ કરવા હાઇકોર્ટ નો આદેશ પૂરતો છે. હાઇકોર્ટ ના કહેવા પ્રમાણે નિષ્ણાતો તારણ આપી રહ્યા છે કે સાબરમતીના 200 કિમીનાં પટ્ટામાં પાણીમાં ક્યાંય ઓક્સિજન જ નથી જે વાત ન્યુઝ18 ગુજરાતી ના રિપોર્ટ માં પણ સાબિત થતી જોવા મળી.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad news, Chemical Water, Gujarat Samachar, Sabarmati river

આગામી સમાચાર