અમદાવાદની 16 બેઠકો : ભાજપની મોટી આશા !

Margi | News18 Gujarati
Updated: December 13, 2017, 7:32 PM IST
અમદાવાદની 16 બેઠકો : ભાજપની મોટી આશા !
કોંગ્રેસ જંગી લીડવાળી ૧૨ બેઠકો ઉપર ભાજપને ટક્કર આપી શકશે કે નહીં. કોંગ્રેસને બાપુનગર, જમાલપુર, દરિયાપુર, વેજલપુર અને દાણીલીમડા બેઠક પર જીતની આશા છે.

કોંગ્રેસ જંગી લીડવાળી ૧૨ બેઠકો ઉપર ભાજપને ટક્કર આપી શકશે કે નહીં. કોંગ્રેસને બાપુનગર, જમાલપુર, દરિયાપુર, વેજલપુર અને દાણીલીમડા બેઠક પર જીતની આશા છે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદની ૧૬ બેઠકો આજે મતદાન થશે. આ બેઠકો પૈકી ૧૪ વિધાનસભા બેઠકો ૨૦૧૨માં ભાજપે કબજે કરી હતી. નોંધપાત્ર બહુમતીથી જીતાયેલી આ બેઠકો પરની લીડ જોઈએ તો માલુમ પડે છે કે, ઘાટલોડિયામાં ૧,૧૦,૩૯૫, મણિનગરમાં ૮૬,૩૭૩, એલિસબ્રિજમાં ૭૬,૬૭૨, સાબરમતીમાં ૬૭,૫૮૩, અમરાઈવાડીમાં ૬૫,૪૨૫, નારણપુરામાં ૬૩,૩૩૫, નરોડામાં ૫૮,૩૫૨, નિકોલમાં ૪૯,૩૦૨, ઠક્કરબાપાનગરમાં ૪૯,૨૫૧, વટવામાં ૪૬,૯૯૨, વેજલપુરમાં ૪૦,૯૯૫ અને અસારવામાં ૩૫,૦૪૫ જેટલી જંગી લીડથી ભાજપના ઉમેદવારો જીત્યા હતા. આ દૃષ્ટિથી ભાજપ માટે અમદાવાદ શહેરની ૧૬ બેઠકો પર પક્ષને આ વર્ષે પણ ભારે આશા હોય તે સ્વાભાવિક છે !

ચાલુ વર્ષે, કોંગ્રેસે જ્ઞાાતિય સમીકરણના આધારે શહેરમાંથી ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. હવે જોવાનું એ છે કે, કોંગ્રેસ જંગી લીડવાળી ૧૨ બેઠકો ઉપર ભાજપને ટક્કર આપી શકશે કે નહીં. કોંગ્રેસને બાપુનગર, જમાલપુર, દરિયાપુર, વેજલપુર અને દાણીલીમડા બેઠક પર જીતની આશા છે.

ચાલો જાણીએ અમદાવાદની બેઠકવાર સ્થિતિ :

ઘાટલોડિયા :
ભાજપ અને પાટીદારોનો ગઢ માનતી આ બેઠક પરથી 2012 માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ લગભગ એક લાખ, 10 હજાર મતની સરસાઈથી જીત્યા હતા. પાટીદાર ઉપરાંત અહીં ઓબીસી મત પણ નોંધપાત્ર પ્રમાણમાં છે. ચાલુ વર્ષે અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે ભુપેન્દ્ર પટેલ છે જયારે કોંગ્રેસ તરફે શશીકાંત પટેલ ઉભા છે. ભુપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી ચુક્યા છે.
વટવા : આ બેઠક પરથી પાટીદાર, લઘુમતી અને દલિત મતદારો નિર્ણાયક બનશે। 2012 માં આ બેઠક પરથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી જીત્યા હતા. ચાલુ વર્ષે પણ ભાજપ તરફથી પ્રદીપસિંહ જ ટિકિટ ફાળવાઈ છે. કોંગ્રેસ તરફથી બિપિન પટેલ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
નારણપુરા :
ઘણુંખરું પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ઓબીસી અને દલિત વોટર્સ પણ છે. આ બેઠક પરથી ભાજપે પૂર્વ શહેર પ્રમુખ અને મહેસૂલમંત્રી રહી ચૂકેલા કૌશિક પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ તરફથી નીતિન કે. પટેલ મેદાનમાં છે. કૌશિક પટેલની ગણતરી પીઢ રાજકારણીઓમાં થાય છે. ભાજપની ટ્રેડિશનલ બેઠક ગણાતા નારણપુરામાં આ વર્ષે પણ જીતની તકો ઉજળી ગણાય છે.
નરોડા :
સિંધી મતદાતાઓની બહુમતી ધરાવતી નરોડા બેઠક પરથી ભાજપાએ સિંધી ઉમેદવાર બલરામ થાવાની જયારે કોંગ્રેસ દ્વારા ઓમપ્રકાશ તિવારીને ઉભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર બિનગુજરાતી અને પાટીદાર મતદારો પણ નિર્ણાયક છે. આ બેઠક રસાકસીભરી બની રહેશે
અમરાઈવાડી :
આ બેઠક પર ગુજરાતી-બિનગુજરાતી ઉમેદવાર વચ્ચે જંગ છે. ભાજપ તરફે એચ.એસ. પટેલ ઉભા રહ્યા છે તો કોંગ્રેસ દ્વારા અરવિંદસિંહ ચૌહાણને ઉભા કરવામાં આવ્યા છે. દલિત, પાટીદાર અને ઉત્તરભારતીય વસાહતીઓના મત અહીં પ્રભાવક રહેશે। જ્ઞાતિ સમીકરણો અહીં હાર-જીતના કારણો નક્કી કરશે। જોકે, ભાજપ નો પ્રભાવ આ બેઠક પર વધુ રહ્યો છે.
દરિયાપુર :
લઘુમતી મુસ્લિમ વોટર્સ અહીં પ્રભુત્વમાં છે. આ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા ગ્યાસુદ્દીન શેખ, જયારે ભાજપ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા ભરત બારોટને ટિકિટ આપવામાં આવી છે. છેલ્લી બે વિધાનસભામાં કોંગ્રેસ આ બેઠક પરથી જીતતી આવી છે. ગ્યાસુદીન શેખની ઉમેદવારીનો પક્ષ તરફથીજ ભારે વિરોધ થયો હતો તે સ્થિતિમાં આ બેઠકનું શું પરિણામ આવે છે તેને જાણવાની સહુને ઉત્સુકતા રહેશે।
મણિનગર :
ભાજપની પરંપરાગત બેઠક ગણાતી મણિનગર બેઠક પરથી કોંગ્રેસ દ્વારા એક તેજસ્વી, આઈઆઈ એમ સ્નાતક શ્વેતા બ્રહ્મભટ્ટને ઉભા રાખ્યા છે. આ યુવા મહિલા ઉમેદવાર સામે ભાજપ દ્વારા સુરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પરથી પાટીદાર અને ઓબીસી મતદારો નિર્ણાયક બનશે।
સાબરમતી :
બે પટેલ ઉમેદવારો વચ્ચે અહીં જંગ ખેલાશે। પાટીદાર, ઓબીસી અને દલિત મત અહીં નિર્ણાયક ભૂમિકામાં છે. ભાજપ તરફથી અરવિંદ પટેલ જયારે કોંગ્રેસ તરફે ડૉ.જીતુ પટેલ મેદાનમાં છે. પાટીદાર મત જે તરફ જશે, તે મત આ બેઠકનું ભાવિ નક્કી કરશે।
વેજલપુર :
આ બેઠક ઘણુંખરું લઘુમતી મતદાર મુસ્લિમ વોટર્સ નિર્ણાયક રહેશે। આ ઉપરાંત દલિત અને ઓબીસી મતદાતા પણ હાર-જીત માટે નિર્ણાયકર્તા બનશે। ભાજપ તરફે કિશોર ચૌહાણ અને કોંગ્રેસ દ્વારા મિહિર શાહ પ્રતિનિધિત્વ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. કોંગ્રેસ આ બેઠક પરથી જીતની આશા રાખી રહ્યું છે.
એલિસબ્રિજ :
પરંપરાગત દૃષ્ટિથી ભાજપની બેઠક ગણાતી એલિસબ્રિજ પર શહેર ભાજપ પ્રમુખ રાકેશ શાહ ઉભા રહ્યા છે, જે સીટિંગ એમએલએ છે. જૈન-વણિક સમાજના મતદારોનું અહીં પ્રભુત્વ છે. કોંગ્રેસ દ્વારા વિજય દવે અહીંથી ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક ભાજપ માટે નિશ્ચિત મનાઈ રહી છે.
નિકોલ :
આ બેઠક પર હાર્દિક પ્રેરિત પાટીદાર અનામત આંદોલનની અસર વર્તાઈ શકે છે. હાર્દિકે નિકોલમાં જબરદસ્ત સભા યોજી હતી. આ બેઠક પરથી ભારે વિરોધ વચ્ચે જગદીશ પંચાલ ને ભાજપે ટિકિટ આપી છે. સામે પક્ષે કોંગ્રેસ ના યુવા નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ છે. અહીં પાટીદાર ઉપરાંત ઓબીસી મતદાતાઓ નિર્ણાયક બનશે।
ઠક્કરબાપાનગર :
આ બેઠક પણ ભાજપની પરંપરાગત બેઠક છે. આ બેઠક પરથી ભાજપ દ્વારા મંત્રી વલ્લભ કાકડિયા જયારે કોંગ્રેસ દ્વારા બાબુ મંગુકિયાને ઉભા રાખ્યા છે. આ બંને પાટીદાર ઉમેદવારો છે, અને અહીં સૌરાષ્ટ્રના પાટીદારોની સંખ્યા વધુ છે. જો પાટીદાર અનામતની અસર વર્તાશે તો અહીં ભાજપ માટે તકલીફ ઉભી થશે. પાટીદાર ઉપરાંત દલિત મતદારો પણ નિર્ણાયક સાબિત થશે.
બાપુનગર :
આ બેઠક પર બંને બિન-ગુજરાતી ઉમેદવારો છે. ભાજપ તરફથી જગરૂપસિંહ રાજપૂત જયારે કોંગ્રેસ તરફથી પૂર્વ મેયર હિમ્મતસિંહ પટેલ મેદાનમાં છે. અહીં દલિત, ઉત્તરભારતીય, લઘુમતી, સૌરાષ્ટ્રીયન મતદારો નિર્ણાયક બનશે। બંને ઉમેદવારો તેમની જીતના દાવા કરી રહ્યા છે
જમાલપુર-ખાડિયા :
આ બેઠક કોંગ્રેસ નો ગઢ ગણાય છે. ભાજપ તરફથી ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસ દ્વારા ઇમરાન ખેડાવાળા ને ટિકિટ આપવામાં આવી છે. મુસ્લિમ અને દલિત મતદાતાઓ અહીં નિર્ણાયક બનશે। ગત વર્ષે ત્રિપાંખિયા જંગ ને કારણે આ બેઠક ભાજપ જીતવવામાં સફળ રહ્યું હતું।
દાણીલીમડા :
આ બેઠક પરથી જીતવાના કોંગ્રેસના સંકેતો ઉજળા છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર અને ભાજપ તરફે જીતુભાઇ વાઘેલા મેદાનમાં છે. લઘુમતી અને દલિત મત અહીં પ્રભાવક છે. શૈલેષ પરમાર આ બેઠક પર મજબૂત ગણાય છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.
અસારવા :
આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. ભાજપ તરફથી પ્રદીપ પરમાર અને કોંગ્રેસ દ્વારા કનુભાઈ વાઘેલા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ માટે આ ઉમેદવાર સ્થાનીય છે, જયારે કોંગ્રેસna ઉમેદવાર આયાતી છે. આ બેઠક પર દલિત, પાટીદાર અને ઓબીસી મતદાતાઓ નિર્ણાયક છે.

 
First published: December 13, 2017, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading