અમદાવાદ: તમે એવું ક્યારેય વિચાર્યું છે કે, કેફેમાં કોઇ માણસ ન હોય તો પણ તમે સ્વાદિષ્ટ વાનગીઓ માણી શકો. જો ના વિચાર્યું હોય તો પહેલા જ એક વાત જાણી લો. અમદાવાદની સાયન્સ સિટીમાં રોબો કેફે (Robot cafe in Ahmedabad science city) તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા રોબોટ જ વાગનીનો ઓર્ડર લે છે, તેને બનાવે છે અને તેને પિરસે છે. ગુજરાતમાં આ પહેલો જ આવો કેફે છે જ્યાં રોબોટ જ વિવિધ સ્વદિષ્ટ વાનગીઓ બનાવે છે અને પિરસે છે. આ રસપ્રદ કેફેનું 16મી જુલાઇનાં રોજ પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે, સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક (Aquatic - Robotic gallery) ગેલેરી અને નેચર પાર્ક (Nature park) બનીને તૈયાર છે જેમનું ઉદ્ધાટન 16મી જુલાઇનાં રોજ પીએમ મોદી (PM Narendra modi) કરશે.
આ રીતે આપી શકો છો ઓર્ડર
સાયન્સ સિટીમાં બનાવેલી રોબોટિક ગેલેરીમાં જ રોબો કાફે બનાવવામાં આવ્યુ છે. જેમાં 40 લોકો બેસીને ચા-નાસ્તો કરી શકશે. આ રોબો કાફેની વિશેષતા એ છે કે, અહીં મુલાકાતીઓએ સ્ક્રિન પર સીટ પસંદ કરી ઓનલાઇન ઓર્ડર આપવાનો રહેશે જેથી રસોડામાં રોબો શેફ જે તે વાનગી બનાવશે અને રોબો વેઇટર્સ તે જે સીટ પર જઇને વાનગી પિરસશે.
ગુજરાત સાયન્સ સિટીનાં વીડિયોમાંથી લીધેલી તસવીર
મેનુમાં આ છે વાનગીઓ
રોબો કાફેમાં રોબોટ શેફના હાથે કઇ કઇ વાનગી મળશે તેનું મેનું પણ તૈયાર કરાયુ છે. રોબો કાફેમાં ચા, કોફી, રેડ પાસ્તા, સિઝવાન ફ્રાઇડ રાઇસ, દાળ ખિચડી અને મસાલા ઢોસાનો સ્વાદ માણવા મળશે. કાફેમાં ચાર રોબો વેઇટર્સ મુલાકાતીઓને ચા, નાસ્તો પિરસશે.
નોંધનીય છે કે, 1100 સ્કવેર મીટર વિસ્તારમાં પથરાયેલ ગેલરીમાં રોબોટિક ટેકનોલોજીના અતિ આધુનિક યુગનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાયનસ સિટીમાં 127 કરોડના ખર્ચે રોબોટિક ગેલરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ અહીં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં ગેલરીમાં પ્રવેશતા જ રોબોટ તમને વેલકમ કરશે. રોબોટ તમને ગેલરીની માહિતી આપતા ગાઈડ પણ કરશે.
અહીં રોબોટ એકબીજા સાથે ફાઈટ કરતા પણ નજરે પડશે અને પેઇન્ટ કરતા કે પેઇન્ટિગ કરતા રોબોટ પણ અહીં જોવા મળશે. રોબોટિક ગેલરીને 10 અલગ અલગ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં કોર્ટયાર્ડ, રીસેપ્શન એરિયા, હિસ્ટ્રી ગેલરી, સ્પોર્ટઓ મેનિયા, રોબોથોન, બોટયીલિટી, નાટ્યમંડપ, પ્રિન્ટિંગ વર્કશોપ જેવા વિવિધ રોબોટ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેલ્લા બે વર્ષથી આ રોબોટિક ગેલરી બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું. અને હવે આ રોબોટિક ગેલરી તૈયાર થઈ ચૂકી છે.
गुजरात सायंस सिटी का नया अत्याधुनिक आकर्षण, रोबोटिक गेलेरी.
11000 स्क्वेयर मीटर के विस्तार में निर्मित यह इंटरैक्टिव गेलेरी के रूप में रोबोटिक टेक्नोलॉजीस का निदर्शन कराती है.
— Gujarat Science City (@GujScienceCity) July 11, 2021
અમદાવાદના સાયન્સ સિટીમાં દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી બની છે. અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.