અમદાવાદ: રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષા તેના પરિણામ ને લઈ વિવાદમાં સપડાઈ છે. વિદ્યાર્થીઓ ની પરિક્ષા લેવાઈ ગઈ અને તેના પરિણામ અને માર્કશીટ પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ ત્યારે હવે પરિણામ માં શાળાઓ દ્વારા અપાયેલા ઇન્ટરનલ માર્કસમાં કૌભાંડ હોવાનું સામે આવ્યું છે.
માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષા ઈન્ટરનલ માર્ક આપવાની પદ્ધતિમાં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની કરાઈ લ્હાણી કરવામાં આવી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યું છે અને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી ઓને તપાસના આદેશ આપ્યા છે. માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10 બોર્ડનું પરિણામ ઈન્ટરનલ માર્ક આપવાની પદ્ધતિને લીધે વિવાદોમાં ઘેરાયું છે.
ધોરણ 10માં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની લ્હાણી કરી દેવાઈ છે. આવા કેટલાક વિદ્યાર્થીઓને શાળાએથી 16 થી લઈ પૂરે પૂરા 20 માર્ક આપી દેવાયા છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસના સુપરિટેનડેન્ટ ભરત સિંહ ગોહિલે જણાવ્યું કે, અમદાવાદ શહેરની 90 શાળાઓમાં અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કની તપાસ કરવામાં આવશે. અમદાવાદ શહેર DEO કચેરીએ અંદાજે 10 જેટલી ટીમ બનાવી સોમવારથી શાળાઓની તપાસ કરવાની યોજના બનાવી છે. બીજીતરફ અમદાવાદ ગ્રામ્ય, DEOના અધિકારી વિમલ શર્માએ જણાવ્યું કે, 8 બીટના ASIને શાળાઓની તપાસ કરવા માટે તજવીજ હાથ ધરી છે. કોરોનાકાળ વચ્ચે જાહેર થયેલા પરિણામનું શિક્ષણ વિભાગે એનાલિસિસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેની હવે તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ: Goldના હજુ વધશે ભાવ? શું દિવાળી પર રોકાણ કરાય?
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા બાદ પરિણામ પણ આવી ગયા છે ત્યારે હવે તપાસનો શુ મતલબ રહશે. શુ એ વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડશે કે શાળાઓએ પોતાની શાળાનું પરિણામ ઊંચું લાવવા આ પ્રકારે વિદ્યાર્થીઓને માર્કસ આપી દેવાયા છે તે તપાસનો વિષય બની રહીશે. જેને પગલે વિદ્યાર્થી અને વાલીઓના જીવ ઊંચા થયા છે. મહત્વનું છે કે, રાજ્યમાં જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવતા હવે તપાસ તેજ કરવામાં આવી છે અને બે દિવસમાં તપાસનો રિપોર્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સોંપવામાં આવશે. જોકે આ તપાસના રિપોર્ટ બાદ શિક્ષણ વિભાગ આવી શાળાઓ સામે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.