જાણો અમદાવાદની શાળાએ લીધેલા નિર્ણયથી વાલીઓ કેમ થયા નારાજ

જાણો અમદાવાદની શાળાએ લીધેલા નિર્ણયથી વાલીઓ કેમ થયા નારાજ
જાણો અમદાવાદની શાળાએ લીધેલા નિર્ણયથી વાલીઓ કેમ થયા નારાજ

એક સાથે 300 બાળકોના ભાવિ સામે શાળાએ પ્રશ્નાર્થ મૂકી દીધો

  • Share this:
અમદાવાદ : અમદાવાદની એક શાળાએ એકાએક ગુજરાતી માધ્યમના પ્રાયમરી વર્ગો બંધ કરવાનો નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે. શાળાના એક સાથે 300 બાળકોના ભાવિ સામે શાળાએ પ્રશ્નાર્થ મૂકી દીધો છે. જેને લઈ વાલીઓ ચિંતાતુર બન્યા છે. શાળાએ તો મેસેજના માધ્યમથી બાળકોને LC લઈ જવાનું જણાવી દીધું છે પણ હવે આ બાળકોને વર્ષ પૂર્ણ થતાં ક્યાં એડમિશન મળશે તે સવાલ છે.

અમદાવાદના થલતેજમાં આવેલી વિશ્વભારતી સ્કૂલે ધોરણ 1 થી 8ના વર્ગો બંધ કરવાના વાલીઓને મેસેજ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 1 થી 8ના ગુજરાતી મીડિયમના વર્ગો આગળના સત્રથી બંધ કરાતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. 300 જેટલા વિદ્યાર્થીઓને ટ્રસ્ટી તરફથી મેસેજ કરીને એલસી લેવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે વાલી ઈચ્છે તો થલતેજની શાળામાંથી ગુરુકુળમાં આવેલી સ્કૂલમાં બાળકનો પ્રવેશ મેળવી શકે છે તેવી ટ્રસ્ટીએ હૈયા ધારણ આપી છે.આ પણ વાંચો - સુરત : શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, 3 વિદ્યાર્થી અને 1 શિક્ષક પોઝિટિવ

ટ્રસ્ટીઓનું કહેવું છે કે અમે પણ વાલીઓને આસપાસની શાળામાં પ્રવેશ મળે એ માટે પ્રયત્ન કરીશું. પરંતુ આ મામલે સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે અચાનક હવે બાળકોના એડમિશન ક્યાં કરાવીશું. અમને 6 મહિના અગાઉ શાળાએ આ અંગે જાણકારી આપવી જોઈએ. થલતેજની સ્કૂલ કરતા ગુરૂકુળમાં આવેલી શાળાનું અંતર વધી જશે જેથી અમારો ખર્ચ વધશે, જે પોસાય એવું નથી. એક સાથે 300 બાળકો છે, તમામનો સમાવેશ કેવી રીતે આસપાસની શાળાઓમાં કરી શકાશે. સ્કૂલ દ્વારા અંગ્રેજી માધ્યમ ચાલુ જ રાખવામાં આવનાર છે ત્યારે ગુજરાતી માધ્યમ પણ ચાલુ રહેવું જોઈએ.

આ મામલો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યો છે. આ અંગે વાલીઓએ DEOને પણ રજુઆત કરી છે. જે મામલે DEO દ્વારા વાલીઓને બાળકોના હિતમાં નિર્ણય લેવા માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. હાલ DEOએ બાળકોના હિતમાં નિર્ણય લેવાશે તેવી વાત તો કરી છે પણ તે નિર્ણય ઝડપથી લેવાય તે પણ જરૂરી છે.
Published by:Ashish Goyal
First published:March 06, 2021, 22:00 pm