શાળાના શિક્ષકોને રૂ. 2000 સુધીની ખાદીની ખરીદીનો આદેશ, શિક્ષકોમાં રોષ

News18 Gujarati
Updated: October 2, 2018, 10:39 AM IST
શાળાના શિક્ષકોને રૂ. 2000 સુધીની ખાદીની ખરીદીનો આદેશ, શિક્ષકોમાં રોષ
પ્રતિકાત્મક તસવીર

ગાંધી જયંતીના કારણે શાળા અને કોલેજના શિક્ષકો ભારે વ્યસ્ત.

  • Share this:
આજે આપણાં રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતિ છે. જેના ભાગરૂપે વિવિધ જગ્યાએ ગાંધીજીની યાદમાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે. જેમાં પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના, ગાંધીજીનાં વિચારોનું વાંચન, ગાંધી ગીતો અને ભજનો તેમજ સફાઇ અભિયાન વગેરેનો સમાવેશ થાય છે.

સામુહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ

ગાંધીજયંતિના ભાગરૂપે અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ કરીને શાળાના સુપરવાઈઝરોને ફોટોગ્રાફ્સ મોકલી આપવાના રહેશે. તે ઉપરાંત શિક્ષકો માટે સામુહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ રખાયો છે. જો કે એવી સ્પષ્ટતા કરાઇ છે કે અમદાવાદમાં ખાદીની ખરીદીની નક્કી કરેલી દુકાનો સિવાય જો કોઈ શિક્ષક પોતાની પસંદગીના સ્થળેથી ખાદી ખરીદવા ઇચ્છે તો 6 ઓકટોબર સુધીમાં ખાદી ખરીદી શકશે.

શિક્ષકોમાં ગુસ્સો

આ અંગે શિક્ષકો કહે છે કે સુપરવાઇઝરો અને આચાર્યોએ અમને મૌખિક કહ્યું છે કે, શાસનાધિકારીનો એવો આદેશ છે કે 2જી ઓકટોબરના રોજ નિયત થયેલી દુકાનમાંથી જ રૂપિયા 2000 સુધીની ખાદીની ફરજીયાત ખરીદી કરવી પડશે. જેની સાથે બિલની નકલો પણ આપવાની રહેશે. આવી સૂચનાઓને કારણે શિક્ષકોમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. સોશ્યિલ મીડિયા પર તેઓ આ અંગે ગુસ્સો ઠાલવી રહ્યાં છે. તેઓ માગણી કરી રહ્યા છે કે, અમને અમારી પસંદગીની દુકાનમાંથી ખાદીની ખરીદી કરવાની છૂટ મળવી જોઈએ.

યુનિ અને કોલેજોને ગાંધી અધ્યયન કેન્દ્રની રચના કરવા સૂચનાઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓને કેસીજી સાથે રહીને 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો કરવા અને ખાસ ગાંધી અધ્યન કેન્દ્રની રચના કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોલેજોને ગાંધી જીવન આધારીત ઓનલાઈન ક્વિઝ યોજવા પરિપત્ર કરાયો આપવામાં આવ્યો છે.

સવારે સાત વાગ્યાથી કાર્યક્રમો શરૂ થશે

ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કેસીજીને તમામ સરકારી અને સેકટોરલ યુનિ.સહિત ખાનગી યુનિ.ઓમાં ગાંધી જયંતિની ઉજવણી કરાવવા માટે સૂચનાઓ અપાઈ છે.જેમાં કેસીજીના સંકલનમા તમામ યુનિ.ઓએ આજે સવારે 7 વાગે પ્રભાત ફેરી, સવારે 8થી 9 સર્વધર્મ પ્રાર્થના અને મહાત્મા ગાંધીના વિચારોનું અધ્યન તથા સવારે 9થી 10 દરમિયાન મહાત્મા ગાંધીજીના પ્રિય ભજનો ભજનાવલી કાર્યક્રમ કરવાનો રહેશે. આ ઉપરાંત તમામ કોલેજોએ ગાંધીજીના જીવન પર ઓનલાઇન ક્વિઝ કોમ્પિટિશન કરવાની રહેશે. તમામ કોલેજોએ ગાંધી અધ્યન કેન્દ્રની રચના કરવાની પણ રહેશે જ્યાં બેસીને વિદ્યાર્થીઓ વાંચી શકે.
First published: October 2, 2018, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading