અમદાવાદ : ATM તોડવાનો મામલો, કિડની વેચવાની પોસ્ટથી આરોપીઓ સંપર્કમાં આવ્યા હતા


Updated: January 16, 2020, 8:56 AM IST
અમદાવાદ : ATM તોડવાનો મામલો, કિડની વેચવાની પોસ્ટથી આરોપીઓ સંપર્કમાં આવ્યા હતા
આરોપી.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ 5 મહિનાથી આંબાવાડી ખાતે રહેતા હતા. બંને આરોપીઓએ એટીએમ તોડતા પહેલા રેકી કરી હતી.

  • Share this:
અમદાવાદ : શહેરના પોલિટેકનિક રોડ પરના એસબીઆઇ બેન્કના એટીએમ સેન્ટરમાં ત્રણ લોકોની ટોળકી લૂંટ કરવાના ઇરાદે ઘૂસી હતી. પણ ગેસ કટર શરૂ કરતા જ મુંબઇ બ્રાન્ચમાં સિક્યોરિટી વિભાગને જાણ થતાં તાત્કાલિક અમદાવાદની એલિસબ્રીજ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ત્યાં પહોંચીને બે લોકોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે પકડાયેલા બંને આરોપીઓને દેવું થઈ જતા ફેસબુક પર કિડની વેચવાની પોસ્ટ થકી પરિચયમાં આવ્યા હતા. જે બાદમાં બંને ગુનાને અંજામ આપવા માટે નીકળ્યા હતા.

બોડકદેવમાં રહેતા કુલદીપભાઇ ગર્ગ એસબીઆઇની પોલિટેકનિક શાખામાં દોઢ વર્ષની મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ એટીએમ સેન્ટરમાં સિક્યોરિટી એલાર્મ, સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. ઉત્તરાયણ પૂરી થયા બાદ રાત્રે બે વાગ્યાની આસપાસ કુલદીપભાઇને મુંબઇ ઇ-સર્વેલન્સ ઓફિસમાંથી એટીએમ સેન્ટરમાં સીસીટીવી અને સેન્સર સાથે કોઇ ચેડા કરી રહ્યો હોવાની જાણ કરતા તેઓએ પોલીસને સાથે રાખીને તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઇને જોયું તો એટીએમનું શટર બંધ હતું. એટલામાં જ તસ્કરોને જાણ થતાં તેઓ ભાગવા જતા હતા. આ દરમિયાન પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો શખ્સ એટીએમની અંદરથી પકડાયો હતો. જોકે, બહાર ઉભા રહીને વોચ રાખનાર શખ્સ વાહન મૂકીને જ ભાગી ગયો હતો.આ મામલે એલિસબ્રીજ પોલીસે ઉત્તમ સાવલિયા અને આલોક સિંઘ નામના આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ 5 મહિનાથી આંબાવાડી ખાતે રહેતા હતા. બંને આરોપીઓએ એટીએમ તોડતા પહેલા રેકી કરી હતી. બંને આરોપીઓ ફેસબુક મારફતે એક બીજાના સંપર્ક આવ્યા હતા. દેવું થઈ જતા પૈસાની જરૂર હોવાથી ફેસબુક પર કિડની વેચવાની એક પોસ્ટ મૂકતા બંને આરોપી સંપર્કમાં આવ્યા હતાં. આરોપી આલોક સિંઘ ધોરણ-12 પાસ છે, જ્યારે ઉત્તમ સાવલિયા ધોરણ-10 પાસ છે.
First published: January 16, 2020, 8:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading