અમદાવાદ : સેટેલાઇટ જ્વેલર્સ લૂંટ કેસમાં મોટો ખુલાસો, ચોરીનું તરકટ જાતે જ રચ્યું હોવાની વેપારીની કબૂલાત


Updated: January 31, 2020, 2:57 PM IST
અમદાવાદ : સેટેલાઇટ જ્વેલર્સ લૂંટ કેસમાં મોટો ખુલાસો, ચોરીનું તરકટ જાતે જ રચ્યું હોવાની વેપારીની કબૂલાત
આર. એસ. જ્વેલર્સ

પોલીસે એફએસએલના અલગ અલગ ત્રણ ટેસ્ટ કરાવ્યાં હતાં, પરંતુ ટેસ્ટના ત્રણ તબક્કા પૂરા થાય તે પહેલા જ વેપારીએ સ્વીકારી લીધું હતું કે સમગ્ર તરકટ તેણે જ રચ્યું હતું.

  • Share this:
અમદાવાદ : શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાછળ આવેલા આર.એસ. જ્વેલર્સના વેપારીને કોઈ કેફી પદાર્થ સૂંઘાડીને લાખો રૂપિયાના દાગીના લૂંટી ગયાના સમાચાર મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે. આ કેસમાં હવે નવો જ ખુલાસો થયો છે. વેપારીએ પોલીસ પૂછપરછમાં સ્વીકાર કર્યો છે કે તેણે જાતે જ લૂંટનું તરકટ રહ્યું હતું.

27 જાન્યુઆરીના રોજ આવી ઘટના બની હોવાની જાણ થતાં જ ડીસીપીએ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને વેપારીઓની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને વેપારી પર શંકા પડી હતી. પોલીસને આશંકા હતી કે વેપારીએ જ સમગ્ર લૂંટનું કાવતરું ઘડ્યું છે. જે બાદમાં પોલીસે વેપારીની ઉલટ પૂછપરછ શરૂ કરી હતી. આ ઉપરાંત એફ.એસ.એલ.માં વિવિધ પ્રકારના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

જોકે, આ ટેસ્ટના ત્રણ તબક્કા પૂરા થાય તે પહેલાં જ વેપારીએ સ્વીકાર્યું હતું કે તેને ધંધામાં દેવું થઈ જતાં તેણે આ પ્રકારની લૂંટનું તરકટ રચ્યું હતું. વેપારીના કહેવા પ્રમાણે ધંધામાં ઉઘરાણી વધી જતા વારંવાર ઉઘરાણી કરનારા લોકોના ફોન આવતા હતા. આથી કંટાળીને તેણે આ લોકોને પૈસા ન આપવા પડે તે માટે ચોરીનું તરકટ રચ્યું હતું. પોલીસે એફએસએલમાં એસ.ડી.એસ ટેસ્ટ કરાવ્યા હતા. જોકે, આ ટેસ્ટના ત્રણ તબક્કા પૂરા થાય તે પહેલા બીજા તબક્કે જ વેપારીનો ભાંડો ફૂટી ગયો હતો.

શા માટે પોલીસને વેપારી પર હતી શંકા?

જે સમયે બનાવ બન્યો તે સમયે જવેલર્સના સીસીટીવીનું રેકોર્ડિંગ થતું ન હતું, પરંતુ માત્ર live cctv જોઈ શકાતા હતા. ઉપરાંત આ જ્વેલર્સમાં કામ કરનાર અન્ય કર્મચારીને પણ રજા આપવામાં આવી હતી. આથી આ કેસમાં પોલીસને વેપારી પર જ શંકા પડી હતી.
First published: January 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading