અમદાવાદ : રખડતા ઢોર પકડવા મામલે કોર્પોરેશનના બે કર્મચારી આમને સામને

News18 Gujarati
Updated: October 3, 2019, 9:43 AM IST
અમદાવાદ : રખડતા ઢોર પકડવા મામલે કોર્પોરેશનના બે કર્મચારી આમને સામને
પ્રતિકાત્મક તસવીર

સેનેટરી ઇન્સ્પેક્ટરે ઢોર પકડવા માટે કડક કાર્યવાહી કરવાનું કહેતા જ કર્મચારી ઉશ્કેરાઇ ગયો અને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબરના રોજ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન જે રૂટ પર પસાર થવાના હતાં તે રૂટ પર રખડતા ઢોર પકડવાની કામગીરીને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટર અને કર્મચારી આમને સામને આવી ગયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કોર્પોરેશનમાં ઢોર પાર્ટીના સીનિયર સેનેટરી ઇન્સ્પેકટર પીયુષ વ્યાસે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

જે પ્રમાણે ગઇકાલે તેમની ઢોર પાર્ટીને વડાપ્રધાનના આવવા-જવાના રૂટ પર રખડતા ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી કરવા માટે તેમણે ચાર ટીમો બનાવી હતી. જેમાં તેમની ટીમના વર્ગ 4ના કર્મચારી મુકેશ ભાટીને કડક કામગીરી માટે અવાર-નવાર સૂચના આપવા છતાં પણ તેઓ કામગીરી કરતા ન હતાં. એટલું જ નહીં કામ ન કરવા તેમજ થાય તે કરી લેવા ચીમકી પણ આપતા હોવાનું જણાવ્યું હતું.

પીયૂષભાઈને કહેવા પ્રમાણે ફરજ પૂર્ણ થતાં તેઓ સ્ટાફ સાથે તેમની જમાલપુર સ્થિત ઓફિસ પર ગયા હતાં. અહીં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે, ફરિયાદીનો આરોપ છે કે મુકેશ ભાટી તેમને માર મારવા માટે લાકડી લઇને આવ્યા હતાં. પરંતુ સાથી કર્મચારીઓએ તેઓને અટકાવ્યા હતાં.

ફરિયાદ પ્રામણે મુકેશ ભાટીએ ફરિયાદી પીયુષ વ્યાસને ધમકી આપી હતી કે, જો હવે પછી મને કામ બતાવીશ કે પછી મારી પાસે કડક નોકરી લઇશ તો તારા હાથ પગ તોડી નાખીશ.'

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ ગાયકવાડ હવેલી પોલીસે મુકેશ ભાટી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर