અમદાવાદ : આજ રાતથી 3 જુલાઇ સુધી શાહીબાગ અંડર બ્રિજ બંધ રહેશે

News18 Gujarati
Updated: June 27, 2019, 2:27 PM IST
અમદાવાદ : આજ રાતથી 3 જુલાઇ સુધી શાહીબાગ અંડર બ્રિજ બંધ રહેશે
શાહીબાગ અંડરબ્રિજની તસવીર

3 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી રાહદારીઓ માટે અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : અમદાવાદનાં શાહીબાગ અંડરબ્રિજમાં સમારકામ ચાલુ હોવાથી 27 જૂને એટલે આજે રાતે 10 વાગ્યાથી 3 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી રાહદારીઓ માટે અંડરબ્રિજ બંધ રાખવામાં આવશે. આ સમય દરમિયાન વાહનચાલકોએ નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ તરફ જતા નવા રોડ ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

પશ્ચિમ રેલવેએ એક પ્રેસનોટ જાહેર કરીને આ માહિતી આપી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે અંડરબ્રિજમાં વરસાદને કારણે પાણી ભરાઇ જતાં હોય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : લ્યો બોલો! અલ્પેશ ઠાકોરે હાઇકોર્ટમાં કહ્યું, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી

27 જૂનથી 11 જુલાઈ સુધી પોરબંદર-મુજફ્ફરપુર એક્સપ્રેસનો રૂટ બદલાશે

લખનઉ સ્ટેશને 25 જૂનથી 12 જુલાઈ સુધી કુલ 18 દિવસ સુધી પ્લેટફોર્મ નં. 1 પર કામગીરીના પગલે ટ્રાફિક બ્લોક લેવાતા 27 જૂનથી 11 જુલાઈ સુધીની પોરબંદર - મુજફ્ફરપુર એક્સપ્રેસ તથા 30 જૂનથી 8 જુલાઈ સુધી મુજ્જફરપુર - પોરબંદર એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે.
First published: June 27, 2019, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading