Home /News /madhya-gujarat /

અમદાવાદ: રળિયામણો રિવરફ્રન્ટ બન્યો સુસાઇડ પોઇન્ટ? દર ત્રણ દિવસે આપઘાતનો એક બનાવ

અમદાવાદ: રળિયામણો રિવરફ્રન્ટ બન્યો સુસાઇડ પોઇન્ટ? દર ત્રણ દિવસે આપઘાતનો એક બનાવ

થોડા દિવસ પહેલા આયેશા નામની યુવતીએ આપઘાત કર્યો હતો.

પહેલા બ્રિજનો સુસાઇડ માટે વધારે ઉપયોગ થતો પરંતુ બ્રિજ પર જાળી મૂકાતા હવે વૉક વેનો ઉપયોગ સુસાઇડ માટે થઈ રહ્યો છે.

અમદાવાદ: શહેરની ઓળખનો એક ભાગ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverftont) છે, જે ખૂબ રળિયામણો લાગે છે. પણ હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ (Suicide point) બન્યો છે. બ્રિજ પર જાળી બાંધ્યા બાદ હવે લોકો સુસાઇડ માટે વૉક વેનો ઉપયોગ કરી રહ્યા છે. આંકડાકીય માહિતી પ્રમાણે રિવરફ્રન્ટ પર દર ત્રણ દિવસે એક વ્યક્તિ સુસાઇડ કરે છે. આખરે રિવરફ્રન્ટ પર એવા અનેક નકારાત્મક કારણો છે જેનાથી રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બની ગયો છે.

આયેશા નામની યુવતીએ કરેલા આપઘાત બાદ હવે રિવરફ્રન્ટ વિસ્તાર ચર્ચાએ છે. સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો હોય તેવું કહેવું કદાચ ખોટું નથી. મળતી માહિતી પ્રમાણે દર વર્ષે 142 જેટલા લોકો સુસાઇડ કરે છે. એવરેજ દર 3 દિવસે એક સુસાઇડની ઘટના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બને છે.

આ પણ વાંચો: અમદાવાદને મળ્યાં કુંવારા નગર'પતિ': સંઘ સાથે જોડાયેલા કિરીટ પરમાર રહે છે છાપરાવાળા મકાનમાં

વર્ષ 2017માં 290 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં 217નાં મોત થયા અને 74 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. વર્ષ 2018માં 151 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું જેમાં 116નાં મોત થયા અને 35 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે વર્ષ 2019માં 108 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેમાં 88 લોકોનાં મોત થયા અને 20 લોકોનો બચાવ કરાયો હતો. વર્ષ 2020માં 142 લોકોએ નદીમાં ઝંપલાવતા 98નાં મોત થયા હતા, જ્યારે 29 લોકોનો બચાવ થયો હતો. વર્ષ 2021માં 16 લોકોએ નદીમાં ઝંપલાવતા, 14નાં મોત અને એકનો બચાવ કરવામાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમને સફળતા મળી હતી. આમ, પાંચ વર્ષમાં કુલ 707 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 533 લોકોનાં મોત થયા છે અને 159 લોકોને બચાવી લેવાયા હતા.

આ પણ વાંચો: સુરત: લો બોલો! સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાંથી જ દારૂની પોટલીઓ મળી

બ્રિજ પર જાળી લાગતા હવે લોકો સુસાઇડ માટે વૉક વેનો ઉપયોગ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે 12 કિલોમીટરના વૉક વેમાં રેસ્ક્યૂ માટે માત્ર એક બોટ અને બે ફાયરકર્મી છે. વૉક વે પર  CCTV અને સુરક્ષાકર્મીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

આ બધી બાબતો પરથી જ અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો હોવાનું મનાય રહ્યું છે. અમદાવાદની શોભા વધારતા રિવરફ્રન્ટનો ઉપયોગ લોકો સુસાઇડ માટે કરે છે. પહેલા બ્રિજનો સુસાઇડ માટે વધારે ઉપયોગ થતો પણ બ્રિજ પર જાળી મુકતા હવે વૉક વેનો ઉપયોગ સુસાઇડ માટે થઈ રહ્યો છે. આર્થિક સંકળામણ, માનસિક તણાવ, પ્રેમ સંબંધ, ઘરેથી ઠપકો મળવો, નોકરીથી હતાશ, ઘરેલુ હિંસા, બીમારીથી કંટાળવું જેવા કારણોને લીધે લોકો સુસાઇડ કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:  ફરી એક યુવક લગ્ન બાદ થયો લૂટેરી દુલ્હનનો 'શિકાર', લગ્નના સાત જ દિવસમાં યુવતી રફુચક્કર

ત્રણેક વર્ષ સુધી પોલીસ અને ફાયર વિભાગે અનેક વાર રજુઆત કર્યા બાદ તંત્રએ બ્રિજ પર જાળી લગાવી અને બ્રિજ પરથી કૂદીને આપઘાત કરવાના કિસ્સા ઘટ્યા હતા. પરંતુ હવે બ્રિજ પર જાળી લાગી જતા લોકો વૉક વેનો ઉપયોગ કરે છે. સૂત્રોનું માનીએ તો તંત્ર વૉક વે પરની બેઠકના કઠેડા પર જાળી લગાવવાની મનાઈ કરી રહ્યું છે. આ પાછલ એવું કારણ માનવામાં આવી રહ્યું છે કે જાળી લગાવાય તો રિવરફ્રન્ટની સુંદરતામાં ઘટાડો થશે. તંત્ર માટે રિવરફ્રન્ટની બ્યૂટી અગત્યની છે કે લોકોના જીવ તે પણ સવાલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad police, Ayesha suicide, Sabarmati, અમદાવાદ, આત્મહત્યા, ગુનો, રિવરફન્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन