Home /News /madhya-gujarat /અમદાવાદ : રીવરફ્રન્ટ ગયેલા બે મિત્રોને 'ફકીરના આશિર્વાદ' 81,000માં પડ્યા, ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદ : રીવરફ્રન્ટ ગયેલા બે મિત્રોને 'ફકીરના આશિર્વાદ' 81,000માં પડ્યા, ચેતવણીરૂપ કિસ્સો

રીવરફ્રન્ટ પર એક્ઝિબિશનમાં તફડંચી કરનાર શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા

Ahmedabad News: અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર જતા હોવ તો આવા ઠગથી ચેતજો, જાણો કેવી રીતે પડાવે છે તમારા પૈસા અને ચોરી કરી થઈ જાય છે ફરાર

હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરનું નજરાણું એવા રિવરફ્રન્ટ (Ahmedabad Sabarmati Government) પર લોકો હરવા ફરવા આવતા હોય છે. તાજેતરમાં એક વેપારીના લાખો રૂપિયા મોર્નિંગ વોક દરમિયાન (Morning Walk) ચોરી થયા હતા. ત્યારે હવે બે યુવકો ફકીરના સ્વાંગમાં (Priest) આવેલા શખ્શોનો ભોગ બન્યા છે. ફકીરના સ્વાંગમાં આવેલા બે લોકોએ પહેલા યુવક (Youth) પાસે ચંદો માંગતા તેઓએ 10 રૂ. આપ્યા હતા. બાદમાં આ બને લોકો પરત આવ્યા અને હાથ લાંબો કરો તમને બરક્ત આપું કહીને પર્સ પોતાના હાથમાં મુકાવી 81 હજાર રૂ.ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને પોલીસ ફરીયાદ નોંધી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

શહેરના શાહીબાગના કેંટોનમેન્ટ એરિયામાં રહેતા 31 વર્ષીય કુશાલ પરીખ સાઉથ આફ્રિકામાં બિલ્ડીંગ મટીરીયલનો ધંધો કરે છે. 25મી એપ્રિલ એ તે અમદાવાદ આવ્યા હતા. બાદમાં તા. 13 ઓગસ્ટ ના રોજ તે અને તેનો મિત્ર વિક્રમ દત્ત વલ્લભસદન પાછળ આવેલા રિવરફ્રન્ટ પર લાગેલા એકસીબીશન મા ગયા હતા.

આ પણ વાંચો : Gandhinagar: રાજ્યના નવા મુખ્ય સચિવ બનશે પંકજ કુમાર, સરકારે કરી જાહેરાત

એકસીબીશન જોઈને બને મિત્રો પાણી પીને બાદમાં ત્યાં આવેલા શૌચાલય પાસે પારી પર બેઠા હતા અને ફોટોગ્રાફી કરતા હતા. ત્યારે ફકીર ના સ્વાંગમાં બે લોકો ત્યાં આવ્યા હતા. બને પાસે કપડાંની ઝોળી હતી અને તે લોકોએ ભિક્ષાવૃત્તિ કરતા આ યુવકે 10 રૂ. તેમની ઝોળીમાં નાખ્યા હતા. બાદમાં ચંદો લઈ બને જતા રહ્યા હતા.
" isDesktop="true" id="1128085" >

પણ બાદમાં બને ફકીર પરત આવ્યા હતા અને આ યુવકને હાથ લાંબો કરો તમને બરક્ત આપું કહ્યું હતું. બાદમાં બે દરગાહ ના ફોટો હાથમાં મૂકી આશીર્વાદ આપવાનું કહી પોતાના હાથમાં પાકિટ મુકાવ્યું હતું. બાદમાં અડધો કલાક બાદ કુશાલ ભાઈએ પર્સમાં જોતા તેમના ડોલર સહિત 81 હજાર ગાયબ હતા. ફકીર ના સ્વાંગમાં આવેલા બે લોકો 81 હજારની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર મામલે કુશાલ ભાઈએ ફરિયાદ નોંધાવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ પોલીસે ઝડપેલો એક આરોપી


આ પણ વાંચો :  પાટણ : સૌરાષ્ટ્રની જાત્રા બની કાળ! ભાભર જતી ઈકો પુલની રેલીંગ તોડી પડીકું વળી ગઈ, બેનાં મોત, આઠ ઈજાગ્રસ્ત

એક આરોપીની ધરપકડ

આરોપી પ્યારુ કાળુભાઈ સલાટની ધરપકડ. આરોપી સાથે અન્ય એક શખ્સ હતો તેની પણ શંકાના દાયરા ના આધારે અટકાયત કરી છે. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પ્યારુ ની સાથેનો શખસ હતો તેની પત્ની આ રૂપિયા ભરૂચ માં કોઈ વટાવ ના ધંધા કરનાર ને પૈસા વેચી આવી છે. આરોપીઓની ગેંગ વલસાડ, ભરૂચ, સુરત વડોદરા ખાતે આ જ રીતે જઈને લોકો ના નાણાં પડાવવાનું કામ કરે છે. ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
First published:

Tags: Gujarati news, અમદાવાદ, ગુનો, ચોરી, સાબરમતી રિવરફ્રન્ટ