વિશાલ ગોસ્વામી સાબરમતી જેલમાં છાપામાં જાહેરાત વાંચીને વેપારીઓને ટાર્ગેટ કરતો હતો


Updated: January 16, 2020, 2:36 PM IST
વિશાલ ગોસ્વામી સાબરમતી જેલમાં છાપામાં જાહેરાત વાંચીને વેપારીઓને ટાર્ગેટ કરતો હતો
ખંડણીખોર વિશાલ ગોસ્વામીની તસવીર

અમદાવાદ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં 51થી વધુ ગુનાઓ વિશાલ ગોસ્વામી વિરુદ્ધ નોંધાયા છે.

  • Share this:
અમદાવાદ : કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.  GujCTOC 2015ની કલમ 3 હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ સામે રાજ્યનો પ્રથમ ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ વર્ષ 2018થી જેલમાંથી આ નેટવર્ક ચલાવી રહયા હતા. પોલીસ વિશાલ ગોસ્વામીને 1-2 દિવસમાં જેલમાંથી લઈ આવશે અને તેની પૂછપરછ કરશે.

જેલમાં દૈનિક પત્રો વાંચીને વેપારીઓને ફોન કરતો

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, વિશાલ ગોસ્વામી સબ્જી અને ચોકલેટ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો હતો. જોકે, આ કોડવર્ડ ક્યા સંદર્ભે વાપરતો હતો તેની તપાસ કરવામાં આવશે.
વિશાલ જેલમાં દૈનિક પત્રોમાં આવતી જાહેરાત જોઈને વેપારીઓને ફોન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓની મિલકત પણ ટાંચમાં લેવા પોલીસ કાર્યવાહી કરશે. વિશાલ ગોસ્વામી સહિત તેની ગેંગનાં સાત આરોપીઓ વિરુદ્ધ ઓર્ગેનાઈઝ ક્રાઇમ કરવા બદલ ગુજરાત રાજ્યનો સૌપ્રથમ ગુનો ગુજસીટોક હેઠળ નોંધાયો છે.


બે મહિના પહેલા ક્રાઇમ બ્રાંચ પાસે આ અંગેની ફરિયાદ નોંધાઇ હતી

વિશાલ ગોસ્વામી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ રહીને પણ ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી ચાલતા આ નેટવર્કની માહિતી બે મહિના પહેલા ક્રાઈમ બ્રાંચ પાસે આવી  હતી. જે બાદ આ અંગે તેની તપાસ કરતા કુુલ 7 આરોપી વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. જેમાંથી બિજેન્દ્ર ગોસ્વામી , અનુરાગ ઉર્ફે ટાઇગર ગોસ્વામી , જયપુરી ગોસ્વામી અને સૂરજ ગોસ્વામીની ધરપકડ કરી કુલ 20 મોબાઈલ , પીસ્ટલ અને 40 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે  ગુનાના મુખ્ય આરોપી વિશાલ, અજય અને રીંકુ જેલમાં પણ મોબાઈલથી ખંડણીકરતા હોવાની વાત સામે આવતા પોલીસે  ત્રણ મોબાઇલ કબજે કર્યા હતા. જોકે, ગત ડિસેમ્બર માસમાં એક વેપારી પાસે આ ગેંગે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની જાણ થતા પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી હતી.

51થી વધુ ગુનાઓ વિશાલ સામે નોંધાયેલા છેઅમદાવાદ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં 51થી વધુ ગુનાઓ વિશાલ ગોસ્વામી વિરુદ્ધ નોંધાયા છે. ત્યારે બીજી તરફ સેન્ટ્રલ જેલમાં બેરોકટોક રીતે વિશાલ ગોસ્વામી પોતાનું નેટવર્ક મોબાઇલ મારફતે ખંડણી માગી કરતો હતો. જ્યારે સેન્ટ્રલ જેલમાં સ્માર્ટફોન કેવી રીતે પહોંચે છે ?  અને 4જી ઝામર લાગ્યા હોવા છતાં ઘણા ગુનેગારો કેવી રીતે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેલમાં રહીને કરે છે તેનો જવાબ તો પોલીસ અધિકારી પાસે પણ નથી. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સામાન્ય ગુનેગારોની સાથે સિરિયલ બ્લાસ્ટ કેસ ઉપરાંત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા આરોપીઓ પણ સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલની સુરક્ષા વ્યવસ્થાને કારણે ગુનેગારો જેલમાં જ પોતાનું એપી સેન્ટર બનાવી અન્ય ગુનાઓને અંજામ આપી રહ્યા છે. પરંતુ જેલના બેદરકાર સત્તાધીશો સામે હવે કેવા પગલાં લેવાય છે તે જાણવું મહત્વનું બની રહેશે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर