અમદાવાદ : 55 લાખની જમીનનો સોદો થતા મિત્રની દાનત બગડી, કોલગર્લના નામે ફોન કરી બનેવી સાથે મળી કરી હત્યા


Updated: June 27, 2020, 9:16 PM IST
અમદાવાદ : 55 લાખની જમીનનો સોદો થતા મિત્રની દાનત બગડી, કોલગર્લના નામે ફોન કરી બનેવી સાથે મળી કરી હત્યા
પૈસાની લાલચમાં કોલગર્લના નામે ફોન કરી બોલાવી કરી હત્યા

મૃતક ભીમાને જુગાર અને કોલગર્લનો શોખ હોવાથી તે લાખો રૂપિયા લઈને ઘરેથી નીકળતો હતો. જેથી આરોપીઓએ લૂંટ કરવા મૃતકને કોલગર્લના બહાને હેબતપુર ગામના ખેતરમા બોલાવ્યો હતો

  • Share this:
અમદાવાદ: શહેર નજીક આવેલા ધોલેરાના હેબતપુરમા આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગ્રામ્ય એલસીબીએ સાળા-બનેવીની ધરપકડ કરી છે. આરોપીઓએ રૂપિયાની લાલચમા મિત્રની હત્યા કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અનેક થિયરી પર તપાસ કરીને બ્લાઈન્ડ મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલ્યો છે.

ધોલેરાના હેબતપુર ગામના ભીમાભાઈ ઠેભાણીને ગત 19 જૂનના રોજ રાત્રે ફોન આવ્યો હતો. અને ત્યાર બાદ તેમનો 22 જૂનના રોજ વિકૃત હાલતમા મૃતદેહ મળ્યો હતો. બ્લાઈન્ડ મર્ડર મિસ્ટ્રીની તપાસ કરી રહેલી ગ્રામ્ય એલસીબીને મૃતકના મિત્ર ભરત વેગડા પર શંકા જતા તેની પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપી ભરતે પોતાના બનેવી રાજેશ સોંલકી સાથે મળીને લૂંટના ઈરાદે ભીમાભાઈનુ હત્યાનુ ષડયંત્ર રચ્યુ હોવાનુ ખુલ્યુ છે. ગ્રામ્ય એલસીબીએ સાળા-બનેવીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ગ્રામ્ય એલસીબીના પીઆઇ ડી એન પટેલે જણાવ્યું છે કે, હત્યાનું કારણ રૂપિયાની લાલચ હતી. થોડા દિવસ પહેલા ભીમાભાઈએ રૂ. 55 લાખમા જમીનનો સોદો કર્યો હતો. જેની જાણ ભરત વેગડને હતી. જેથી ભરત અને તેના સાળા રાજેશે લૂંટ કરવાનુ ષડયંત્ર રચ્યું હતું. મૃતક ભીમાને જુગાર અને કોલગર્લનો શોખ હોવાથી તે લાખો રૂપિયા લઈને ઘરેથી નીકળતો હતો. જેથી આરોપીઓએ લૂંટ કરવા મૃતકને કોલગર્લના બહાને હેબતપુર ગામના ખેતરમા બોલાવ્યો હતો અને તેના માથામા સળીયાથી ફટકો મારીને હત્યા કરી દીધી. આરોપીઓએ લાશનો નિકાલ કરવા માટે મૃતકનુ પેન્ટ કાઢીને બાઈક સાથે મૃતદેહ બાંધી 200 મીટર ઘસેડીને બાવળની ઝાડીઓમા ફેકી દીધી હતી અને 4500ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

રૂપિયાની લાલચમા સાળા-બનેવીને જેલના સળીયા પાછળ ધકેલાયા છે. બન્ને આરોપી ભરત અને રાજેશ મજુરી કરે છે. લાખોની લૂંટના સપના તો પુરા ના થયા પરંતુ મિત્રએ રૂપિયા માટે મિત્રને ગુમાવી દીધો છે. હાલમા ગ્રામ્ય એલસીબીએ બન્ને આરોપીની ધરપકડ કરીને ધોલેરા પોલીસને સોપ્યા છે. પોલીસે હત્યામા ઉપયોગમા લેવાયેલી પાઈપ અને મૃતકના મોબાઈલની શોધખોળ શરૂ કરી છે.
First published: June 27, 2020, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading