Home /News /madhya-gujarat /અમદાવાદ : ATMમાં સ્વેપિંગ મશીન મૂકી ઠગાઈ કરતો ફરાર ભાવસાર ઝડપાયો, મોટા ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા

અમદાવાદ : ATMમાં સ્વેપિંગ મશીન મૂકી ઠગાઈ કરતો ફરાર ભાવસાર ઝડપાયો, મોટા ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા

પોલીસે ઝડપેલો આરોપી ભાવસાર

આરોપી અને તેની ગેંગના કારનામા જાણીને ચોંકી જશો. પોલીસને ચકમો આપીને ફરાર હતો ભાવસાર, અંતે ગ્રામ્ય LCBને ઝડપી પાડ્યો. આરોપી ખૂબ મોટો 'કલર' હોવાનો ઇતિહાસ

અમદાવાદ : સામાન્ય રીતે ખાનગી અને સરકારી બેંકોના ATMની સુરક્ષા બેજોડ હોય છે. ભલભલા મશીનો પણ આ મશીનને ભેદી શકતા નથી. જોકે, અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ઝડપવામાં આવેલો એક ભેજાબાજ બે દાણા આગળ નીકળી હોય તેવું લાગી રહ્યું છે. ઠગાઈની દુનિયામાં ટેકનૉલોજીને પણ બીટ કરીને ઠગાઈ કરતા આ યુવકને પોલીસે ઝડપી પાડ્યા બાદ ચોંકાવનારી હકીકતો આવી છે. આ આરોપી ઘણા સમયથી ફરાર હતો અને ATM મશીનમાંથી રૂપિયા ખંખેરી લેવાની તરકીબ અજમાવી ચુક્યો છેે.

બનાવની વિગત એવી છે કે  અમદાવાદ ગ્રામ્ય LCbએ એક શાતિર ઠગની ધરપકડ કરી છે, આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો.આરોપી પોતાની ગેંગ સાથે મળી atm માં સ્વેપિંગ મશીન મૂકી છેતરપિંડી કરતો હતો. ગ્રામ્ય lcb એ છેલ્લા 2 વર્ષ થી ફરાર આરોપી વિનય ભાવસારને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો :  ગુજરાત માટે રાહતના સમાચાર : વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાતા ભારે વરસાદ નહીં પડે

આરોપીના અન્ય સાગરીતો પણ આગાઉ પોલીસની ગિરફ્તમાં આવી ચુક્યા છે અને તે લોકો ભેગા થઈને ગુનાઓને અંજામ આપતા હતા.આરોપી તેના સાગરિતો સાથે મળી સ્વેપિંગ મશીનથી atm કાર્ડનો ડેટા મેળવી atm કાર્ડ કલોન કરી atm માંથી રૂપિયા મેળવી લેતો હતો.

આ પણ વાંચો :  સુરત : ડાયમંડ કિંગ અને શાળા સંચાલક સામે શિક્ષિકાનો શારીરિક છેડતીનો આરોપ, FIR દાખલ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ હાલ ઘાટલોડિયા અને બોપલના 2 ગુનાઓ કબૂલાત કરી છે. પરંતુ પોલીસનું માનવું છે કે આ લોકો આવી રીતે અન્ય ગુનાઓ પણ કરી ચુક્યા હશે. જેથી તે દિશા માં પણ તપાસ કરવામાં આવી રહી છે.
" isDesktop="true" id="1020585" >

પોલીસને માહિતી મળી હતી કે આરોપી બોપલ વિસ્તારમાં આવવાનો છે અને જે માહિતી ના આધારે તેની ધરપકડ કરવા માં આવી છે. મહત્વની વાત તો એ છે કે આ ગેંગ દ્વારા કેટલા atmમાં આવી રીતે મશીન મુકવામાં આવ્યું છે. તેની પણ તપાસ પોલીસ કરી શકે છે. atmમાં થતા છેતરપિંડીનો એક વિડીઓ થોડા સમય સોશ્યિલ મીડિયામાં આવ્યો હતો અને જેમાં કંઈ રીતે લોકો ઠગ ગેંગ ના ભોગ બને છે તે બતાવવા માં આવ્યું હતું.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad police, CYBER CRIME, Cyber fraud, Gujarat police, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन