અમદાવાદઃ ઇ-મેમો ન ભરનાર 600 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 3, 2018, 12:41 PM IST
અમદાવાદઃ ઇ-મેમો ન ભરનાર 600 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ
પ્રતિકાત્મક તસવીર

ટ્રાફિક પોલીસે ઇ-મેમો ન ભરનાર લોકો સામે કાર્યવાહી કરતા 49,000 લોકોની એક યાદી આરટીઓને સોંપી હતી.

  • Share this:
અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ઠેર-ઠેર સીસીટીવી ગોઠવ્યા છે. આ સીસીટીવીની મદદથી ટ્રાફિકનો ભંગ કરનાર લોકોને ઇ-મેમો આપવામાં આવી રહ્યા છે. જોકે, ઇ-મેમો મળ્યા બાદ અસંખ્ય લોકો દંડ ભરતા નથી. એક અંદજ પ્રમાણે 13 લાખ ઇ-મેમોમાંથી 9 લાખ જેટલા લોકોએ હજી સુધી દંડ ભર્યો નથી. ટ્રાફિક પોલીસે હવે આ લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

600 લોકોનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ

ટ્રાફિક પોલીસે ઇ-મેમો ન ભરનાર લોકો સામે કાર્યવાહી કરતા 49,000 લોકોની એક યાદી આરટીઓને સોંપી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આરટીઓએ અરજદારોને સાંભળ્યા બાદ તેમના લાયસન્સ રદ કર્યા હતા. આરટીઓની કાર્યવાહી બાદ અત્યાર સુધી ઇ-મેમોનો દંડ ન ભરનારા લોકો દંડ ભરવા તરફ વળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
First published: January 2, 2018, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading