અમદાવાદ RTOનું નવુ કૌભાંડ! હેડ ક્લાર્ક સહિત એજન્ટો સામે થઇ પોલીસ ફરિયાદ


Updated: September 17, 2020, 11:19 AM IST
અમદાવાદ RTOનું નવુ કૌભાંડ! હેડ ક્લાર્ક સહિત એજન્ટો સામે થઇ પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

વધુ એક કૌભાંડ સામે આવતા આરટીઓના હેડ ક્લાર્ક સહિત એજન્ટો સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. 

  • Share this:
અમદાવાદ : આરટીઓ જાણે કે, ભ્રષ્ટાચારનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. બારોબાર વાહન ટ્રાન્સફર કરી દેવા, બનાવટી રસીદ સહિતના અનેક કૌભાંડો અત્યાર સુધીમાં સામે આવ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડ સામે આવતા આરટીઓના હેડ ક્લાર્ક સહિત એજન્ટો સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

સુભાષ બ્રિજ આરટીઓ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વિનીત યાદવે પોલીસ ફરિયાદ આપી છે કે, 6 જુલાઈના  દિવસે તેમને એક રજૂઆત મળી હતી કે નોન ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાહનોના કાગળો જમા કરાવવા છતાં કાગળો ગુમ થઈ જાય છે. જેથી તેમને લૉકડાઉનના આગળમાં અને પાછળના સમયગાળા દરમિયાન ફ્રન્ટ ડેસ્ક સિવાયની અરજીઓ ઉપર આરટીઓ અને એઆરટીઓની મંજુરી વગર જે તે કામગીરી માટે જરૂરી દસ્તાવેજો સિવાયના કેટલાક કિસ્સાઓમાં એપ્રુવલ આપી હોય તેવા કાગળોની તપાસ કરવામાં આવી હતી.

આ  પણ વાંચો - સુરત : પ્રેમીએ જમીન દલાલ મહિલાનું અપહરણ કરી માર માર્યો, થઇ ધરપકડ

જેમાં હેડ ક્લાર્ક અશોક ચાવડા દ્વારા 1352 જેટલા વાહનોના કાગળમાં ફરિયાદી કે આરટીઓની સહી વગર એપ્રુવલ આપી વાહન તબદીલી, લોન રદ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. આમ, અશોક ચાવડા, એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી અને અન્ય એજન્ટોએ ભેગા મળીને 1352 વાહનો પૈકી 262 જેટલા વાહનોને ઓનલાઇન એપ્રુવલ આપવામાં આવી છે.  બે વાહનોના કાગળમાં અશોક ચાવડાએ પોતાની સહી કરી છે.

આ પણ જુઓ - 
આમ 265 જેટલા વાહનોમાં અશોક ચાવડા અને અન્ય આરોપીઓએ ભેગા મળી ને આર્થિક લાભ માટે પૂરી ફી કે ટેક્સ નહીં વસૂલીને સરકારને રૂપિયા 83, 630નું નુકસાન પહોંચાડ્યું છે. જે મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 17, 2020, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading