ગાંધીજયંતીનાં દિવસે પણ ચાલુ રહેશે RTO, કામ હોય તો રજાનાં દિવસે પતાવી દેજો

News18 Gujarati
Updated: October 2, 2019, 10:14 AM IST
ગાંધીજયંતીનાં દિવસે પણ ચાલુ રહેશે RTO, કામ હોય તો રજાનાં દિવસે પતાવી દેજો
પ્રતિકાત્મક તસવીર

મોટર વ્હિકલ એક્ટ (Motor Vehicle Act) આગામી તારીખ 16મીથી અમલમાં મુકાવાનો છે. જેને કારણે સરકારે રજાનાં દિવસોમાં પણ આરટીઓ (RTO) શરૂ રાખવાની સુચના આપી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મોટર વ્હિકલ એક્ટ (Motor Vehicle Act) આગામી તારીખ 16મીથી અમલમાં મુકાવાનો છે. જેને કારણે સરકારે રજાનાં દિવસોમાં પણ આરટીઓ (RTO) શરૂ રાખવાની સુચના આપી છે. ત્યારે નવા કાચા અને પાકા લાઇસન્સ માટે એપોઇમેન્ટ મળતી નથી. બુધવારે એટલે ગાંધીજયંતીનાં (Gandhi jayanti) દિવસે જાહેર રજાના દિવસે પણ આરટીઓમાં કામગીરી ચાલુ રહેશે. જેમાં અરજદારોને કાચાની ફરી પરીક્ષા આપવા સહિત રિન્યૂ, ડુપ્લિકેટ લાઇસન્સની તારીખ બદલી આપવા આરટીઓએ આદેશ કર્યો છે. આજે વાહન ટેસ્ટની કામગીરી બંધ રહેશે.

રજાનાં દિવસે પણ આરટીઓ ચાલુ

સરકારે નવા બનાવેલા ટ્રાફિક અને મોટર વ્હિકલના કાયદાના દંડમાં વધારો કર્યો છે જેની અમલવારી તારીખ 16 ઓકટોબરથી રાજ્યમાં કરવામાં આવશે. આ દંડની જોગવાઇ કડક રીતે અમલી કરવાની સરકારે જાહેરાત કરતાં જ ઘણા વખતથી વાહનનાં વિવિધ ડોક્યુમેન્ટ જેની પાસે નથી તેવા વાહનચાલકો સફાળા જાગ્યા છે. જેના કારણે દરરોજ આરટીઓમાં લાંબી લાંબી લાઇનો લાગે છે. વાહન ચાલકો લાયસન્સ, નંબર પ્લેટ, રજીસ્ટ્રેશન સહિતની કામગીરી માટે અરજદારો મોટી સંખ્યામાં આરટીઓમાં આવે છે. ત્યારે અરજદારો પણ મુશ્કેલીમાં ન મુકાઇ તે માટે સરકારે તમામ આરટીઓ રજાના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો : Gandhi150 : બપોરે 1થી 10 વાગ્યા સુધી અમદાવાદ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ

ગત શનિ અને રવિવારે ગાંધીનગર આરટીઓ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આરટીઓને કનેક્ટીવીટી નહીં મળવાના કારણે લાયસન્સ સંબંધિત કામો થઇ શક્યા ન હતા. એટલું જ નહીં રવિવારે તો અરજદારો માટે આરટીઓનાં દરવાજા ખુલ્યા પણ ન હતાં. તેમણે આરટીઓની બહાર નોટિસ લગાવી દીધી હતી. જેમાં જી-સ્વાન કનેક્ટીવીટી બંધ હોવાથી લાયસન્સની કામગીરી બંધ છે તેવું લખી દેવામાં આવ્યું હતું.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading