અમદાવાદ : કોરોના ઇફેક્ટથી આરટીઓમાં નવા વાહનોની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો


Updated: July 16, 2020, 4:34 PM IST
અમદાવાદ : કોરોના ઇફેક્ટથી આરટીઓમાં નવા વાહનોની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો
આરટીઓની આવકમાં મોટો ઘટાડો.

સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને 15 હજાર નવા વાહનોની નોંધણી થતી હતી, હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાય છે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ આરટીઓ (Ahmedabad RTO) કચેરી પણ કોરોના ઝપેટમાં આવી ગઈ છે. કોરોનાના કહેર (Corona Pandemic)ને કારણે કચેરીને મોટું આર્થિક નુકસાન થયું છે. કોરોને કારણે ધંધા-રોજગાર ભાંગી પડતા લોકોની લાઇફ સ્ટાઇમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી જ કંઈક અસર બજારમાં જોવા મળી રહી છે. આરટીએ ખાતે વાહન નોંધણી (Vehicle Registration)ના આંકડાની વાત કરવામાં આવે તો કોરોના પહેલા સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને 15 હજાર નવા વાહનોની નોંધણી થતી હતી. હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાયા છે. એટલે કે વાહનોની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદ આરટીઓ બી. વી. લીંબાસિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું જતું કે, "એક મહિનામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેનું રજિસ્ટ્રેશન 15 હજાર જેટલું થતું હતું. પરંતુ હવે કોરોનાની ખૂબ મોટી અસર જોવા મળી છે. આ કારણે નવા વાહનોનાં રજિસ્ટ્રેશનમાં મોટો ઘટાડો થયો છે. આરટીઓની આવક ઘટી છે. આરટીઓ કચેરીમાં દર મહિને 1 કરોડથી વધુની આવક થતી હતી. પરંતુ કોરોનાના કારણે આરટીઓની આવકમાં મોટો ફટકો પડયો છે."

વીડિયો જુઓ : સુરતમાંથી મોટું જુગારધામ ઝડપાયું


અધિકારીએ વધુમાં કહ્યુ હતુ કે, છેલ્લા એક મહિનામાં 50 લાખથી પણ ઓછી આવક થઈ છે. આરટીઓને સૌથી વધારે આવક નવા વાહનોની નોંધણીમાં થતી હતી. આ ઉપરાંત પસંદગીના નંબર લેવા માટે પણ લોકો લાખો રૂપિયા ખર્ચ કરતા હતા. પરંતુ સમય અને સંજોગોના કારણે લોકો વિચારી વિચારીને ખર્ચ કરી રહ્યા છે. આ કારણે તમામ વિભાગોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Published by: Vinod Zankhaliya
First published: July 16, 2020, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading