અમદાવાદ : માત્ર 3 મહિનામાં પસંદગીનાં નંબરમાં RTOને થઇ બે કરોડ રૂપિયાથી વધુની કમાણી

News18 Gujarati
Updated: November 2, 2019, 1:02 PM IST
અમદાવાદ : માત્ર 3 મહિનામાં પસંદગીનાં નંબરમાં RTOને થઇ બે કરોડ રૂપિયાથી વધુની કમાણી
પ્રતિકાત્મક તસવીર

મોંઘવારીના માર વચ્ચે પણ વાહનોમાં લોકો પોતાના મનપસંદ નંબરનો શોખ પુરો કરી રહ્યા છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) આરટીઓમાં (RTO) મોંઘવારીમાં પણ તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં પસંદગીના નંબરમાં જ 2,30,14,000 રૂપિયાની આવક થઇ છે. જોકે, મોંઘવારીના માર વચ્ચે પણ વાહનોમાં લોકો પોતાના મનપસંદ નંબરનો શોખ પુરો કરી રહ્યા છે. લોકો પસંદગીના નંબર માટે લાખો રૂપિયા આપી રહ્યા છે.

ફોર વ્હીલરમાં કયો નંબર હોટ ફેવરેટ હતો

અત્યાર સુધીમાં આરટીઓમાંથી ફોર વ્હીલર માટે પંસદગીનાં નંબરની સૌથી ઊંચી બોલી 111 નંબર માટે બોલાઇ હતી. આ નંબર 3,34,000 રુપિયામાં વેચાયો હતો. આ સાથે 0027 નંબર 2,65,000 રૂપિયામાં તથા 0009 નંબર એટલે કે નવ નંબરને લોકો લક્કી નંબર માનતા હોય છે. જે આરટીઓએ બોલી બોલાયા બાદ 2,14,000 રૂપિયામાં આપ્યો છે. 9999 નંબર માટે 1,30,000ની બોલી બોલાઇ છે. 0005 નંબર 1,01,000 રૂપિયામાં વાહન ચાલકને પડ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ : નોકરી કરતી ભાભીનું તેના જ મોબાઇલમાંથી જેઠે આપ્યું રાજીનામું, થઇ ધરપકડ 

ટુ વ્હિલરમાં કયો નંબર સૌથી મોંધો

હવે ટુ વ્હિલરનાં નંબરની વાત કરીએ તો 0009 નંબર 52,000ની બોલી બોલાઇ હતી. લોકો શોખ પુરો કરવા માટે વાહન આપ્યુ હોય તેના કરતા તો પસંદગીના નંબરમાં વધારે પૈસા નાંખે છે. જેના કારણે આરટીઓને પણ કરોડો રૂપિયાની આવક થાય છે. ત્યારે અમદાવાદ આરટીઓ બી.વી.લીબાસીયાએ જણાવ્યું હતું કે, દશેરા અને ધનતેરસમાં ખરીદાયેલા વાહનોમાં પસંદગીના નંબર લગાવવા માટે લોકોનો રસ જોવા મળ્યો હતો. લોકોએ પસંદગીના નંબર માટે લાખો રૂપિયાની બોલી બાલાઇ હતી. જેના કારણે આરટીઓને 2,30,14,000ની આવક થઇ છે.9 નંબરને લોકો લક્કી માને છે.તો 111 વન પણ વાહન ચાલકોનો પસંદગીનો નંબર હતો..જોકે સામાન્ય રીતે લોકો પોતાના વાહનમાં લક્કી નંબર , બર્થે ડેટ, બર્થ ડેટની તારીખનો સરવાળો આવતો હોય તે નંબર લે છે.અથવા તો પોતાના ઘરનો નંબર જે હોય તે લેવાનો આગ્રહ રાખતા હોય છે.અને પોતાના જે નંબર જોઈએ તેના માટે લાખો રૂપિયા દેવા પણ તૈયાર હોય છે.જોકે સિરિઝ ખુલે ત્યારે બધાને નંબર જોઈએ તે મળી રહેતો નથી.જેના કારણે આરટીઓ દ્વારા બોલી બોલાવવામાં આવે છે.અને જે અરજદારો વધારે રૂપિયાની બોલી બોલે તેને નંબર આપવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે, આરટીઓ દ્વારા પણ સામાન્ય નંબર, સિલવર નંબર,ગોલ્ડ નંબર રાખવામાં આવ્યા છે. તે પ્રમાણ બોલી બોલાય છે.

 
First published: November 2, 2019, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading